મનપાએ લીધેલો નમૂનો ફેલ: સાધુવાસવાણી રોડ પરની ગાયત્રી ડેરી, કિંગ્ઝ ડીલાઇટ આઇસ્ક્રીમ, લક્ષ્મીનગરમાં ગાયત્રી ડેરી પ્રોડક્ટમાંથી શંકાસ્પદ જણાતા આઈસ્ક્રીમ અને શ્રીખંડના નમૂના લઈને લેબ.માં મોકલાયા
રાજકોટમા વધુ એક ડેરીમા મળતું પનીર જન આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું સત્તાવાર સાબિત થયું છે. શહેરના કોઠારીયામાં સમ્રાટ દાળમિલ પાછળ આવેલી ’બંસી ડેરી’માથી થોડા સમય પહેલા લેવાયેલા દૂધ મસ્તી મલાઈ પનીરમા ફૂડ એકટના ધારાધોરણ મુજબ ફેટનું પ્રમાણ અત્યંત ઓછું હોવાનું સતાવાર સરકારી લેબ પરીક્ષણ રિપોર્ટમા ખુલ્લું પડ્યું છે. જ્યારે સાધુ વાસવાણી રોડ પર રંગોળી આઈસ્ક્રીમ, કિંગ્ઝ ડીલાઇટ આઇસ્ક્રીમ, લક્ષ્મીનગરમા ગાયત્રી ડેરી પ્રોડક્ટમાંથી શંકાસ્પદ જણાતા આઈસ્ક્રીમ અને શ્રીખંડના નમૂના લઈને લેબ.મા મોકલી અપાયા છે.
શહેરના ગોંડલ રોડ પર કોઠારિયામા સ્માર્ટ પ્લાસ્ટિક, પ્લોટ નં.239, એમ.ટેક ઈન્વેસ્ટમેન્ટની બાજુમાં, સમ્રાટ દાળમીલ પાછળ આવેલી બંસી ડેરી(ઉત્પાદક પેઢી)માંથી થોડા સમય પહેલા મનપાએ “””DOODH MASTI MALAI PANEER (1KG PKDમાંથી) “નો નમૂનો લીધો હતો. “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે ઉત્પાદક પેઢી બંસી ડેરીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જ્યારે 7/8 વૃંદાવન હાઇટ્સ, સાધુવાસવાણી સ્કૂલની સામે, સાધુવાસવાણી રોડ પર આવેલા રંગોલી આઇસ્ક્રીમમાંથી પાઈનેપલ આઈસ્ક્રીમ તેમજ સાધુવાસવાણી રોડ પર જ આવેલ ન્યુ શ્રીજી આઈસ્ક્રીમમાંથી વિવિધ ફ્લેવરના શ્રીખંડ અને આઈસ્ક્રીમના નમૂના લેબમા મોકલાયા છે. આ ઉપરાંત મહાદેવવાડીમા આવેલી ગાયત્રી ડેરીમાંથી પનીર અને ડ્રાયફ્રૂટ શ્રીખંડના નમૂના લેવાયા છે.
ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી ચોક, અંબાજી કડવા પ્લોટ, 80 ફૂટ રોડ પર ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલ-80 ફૂટ રોડ તથા અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 4 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. તપાસ જ્યાં કરવામાં આવી એ સ્થળોમા (01)રાધિકા રેસ્ટોરન્ટ, (02)ગુરુનાનક સિઝન ગોલા, (03)દ્વારકાધીશ સિઝન સ્ટોર, (04)નીલકંઠ આઇસ ડિશને ત્યાં ફૂડ લાયસન્સ ન હતું. ઉક્ત તમામને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય જગ્યાઓમા ધારેશ્વર ફરસાણ, સ્મોલ બાઇટ, સોનલ ભેળ, ઓમ આઇસ્ક્રીમ રેસ્ટોરન્ટ, ક્રિશ્ના રેસ્ટોરન્ટ, વિલિયમ જોહન્સ પિઝા, રાજૂ રેસ્ટોરન્ટ, વૈશાલી રેસ્ટોરન્ટ, સોનલ ભેળ, યાદવ રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ડ ઠકર રેસ્ટોરન્ટ, જલારામ ગોલા, એન્જલ સોડા, રાજ આઇસ્ક્રીમને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી.
