ઓફ સ્ટમ્પની બહાર જતો બોલ જેમાં વિરાટના બેટની એઝ અને કોહલી આઉટ. આવી જ રીતે કોહલી વારંવાર આઉટ થઈ રહ્યો છે. જેથી તેના પરફોર્મન્સ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. કોહલી પ્રેક્ટિસ દરમિયાન ખૂબ મેહનત કરી રહ્યો છે પરંતુ મેચ દરમિયાન તેને શું થઈ જાય છે તે ખબર નથી પડતી. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચમાં પણ કોહલી 3 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તેમાં પણ આ રીતે આ આઉટ થયો હતો.
વિરાટ કોહલી એકની એક રીતે સતત આઉટ થઈ રહ્યો છે. એવુ લાગે કે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને ડ્રાઇવ મારવાનું તે ભૂલી જ ગયો હોય. વિરાટ એક-બે વાર નહીં પણ આ સિરીઝમાં ચાર ઇનિંગ્સમાં એક જ લાઇન સામે સતત આઉટ થઈ રહ્યો છે. ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં પણ કોહલીએ આવી જ રીતે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.
ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં ફ્લોપ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ માટે ઓસ્ટ્રેલિયામાં પોતાને સાબિત કરવાની આ છેલ્લો મોકો હોઈ શકે છે. જેમાં વિરાટ કોહલીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. શાયદ તેથી જ વિરાટ વધુને વધુ પ્રેશર અનુભવી રહ્યો છે અને સંઘર્ષ કરી રહ્યો છે. જો તેની પર્થમાં મારેલી સદીને બાજુ પર રાખીએ તો વિરાટ બાકીની ચાર ઇનિંગ્સમાં માત્ર 26 રન જ બનાવી શક્યો છે. ભારતીય બેટ્સમેન ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ સામે દર વખતે પોતાની વિકેટ આપીને પેવેલિયન પરત ફરી રહ્યો છે. કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર સતત આઉટ થઈને પેવેલિયન ભેગો થઈ રહ્યો છે.