‘બાળ વિદ્વાન’નું શિલ્ડ પ્રાપ્ત કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવતી કોડીનારની બે દીકરીઓ

કોડીનાર તાલુકાના મૂળ કાજ ગામના ખેડૂત વજુભાઈ દુર્લભભાઈ પરમારની ધોરણ 2 માં ભણતી પૌત્રી ચિ. મૈત્રી રોહિતભાઈ પરમાર અને કોડીનારમાં દરજી કામ કરતા ગીતા ટેઈલર…

કોડીનાર તાલુકાના મૂળ કાજ ગામના ખેડૂત વજુભાઈ દુર્લભભાઈ પરમારની ધોરણ 2 માં ભણતી પૌત્રી ચિ. મૈત્રી રોહિતભાઈ પરમાર અને કોડીનારમાં દરજી કામ કરતા ગીતા ટેઈલર વાળા રમેશભાઈ ગાંડાભાઈ ચૌહાણની ધોરણ 4 માં ભણતી પૌત્રી ચિ. આરાધ્યા પંકજભાઈ ચૌહાણ બંનેને ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાળ વિદ્વાનનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને બંનેએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ ધારણ કર્યું છે.

વિશ્વ સ્તરે રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરનારી બંને દીકરીઓએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજ લિખીત “સત્સંગ દીક્ષા” ગ્રંથના સંપૂર્ણ 315 સંસ્કૃત શ્ર્લોકો સુંદર રીતે કંઠસ્થ કર્યા. બીજી ફેબ્રુઆરી 2026 ના રોજ વડોદરા મુકામે વિશ્વ વંદનીય સંત પુજ્ય મહંત સ્વામી મહારાજના 92 માં જન્મ જયંતી પ્રસંગે BAPS સંસ્થાની બાળ સત્સંગ પ્રવૃત્તિ દ્વારા કુલ 12,723 જેટલા બાળકોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા લાખો હરિભક્તોની ઉપસ્થિતિમાં મિશન રાજીપો કાર્યક્રમ અંતર્ગત હિન્દુ પરંપરા મુજબ સત્સંગ દીક્ષા ગ્રંથ ,ના 315 સંપૂર્ણ શ્ર્લોકો નું સંસ્કૃત ભાષામાં ગાયન કરેલું હતું. જેમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. આ મહત્વની ભૂમિકા આ બંને દીકરીઓએ ભજવી હતી.

આ સિદ્ધિ બદલ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બંને બાળાઓને “બાલ વિદ્વાન”નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ મળવાથી બંને દીકરીઓના માતા-પિતા અને પરિવાર ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. બંને દીકરીઓએ કારડીયા રાજપુત સમાજ – મોચી સમાજ તથા સમસ્ત કોડીનાર શહેર તથા ઇઅઙજ સ્વામિનારાયણ સત્સંગ મંડળ કોડીનારનું ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *