છેલ્લા 10 વર્ષ થી બંધ પડેલી કોડીનાર તાલુકા ની જીવાદોરી સમાન શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ને પુન: શરૂૂ કરવા ખાસ સાધારણ સભા મળી હતી આ સાધારણ સભામાં ઇન્ડીયન પોટાશ લી. ન્યુદિલ્હી ને લીઝ પર આપી ખાંડ ઉદ્યોગ ને પુન: શરૂૂ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો ત્યારે બાદ આજે ઇન્ડીયન પોટાશ લી. ન્યુદિલ્હી નાં અધિકારીઓએ ખાંડ ઉદ્યોગ ના મેનેજમેન્ટ સાથે બેઠક કરી પિલાણ સીઝન 2025-26 માટે વાવેતર સીઝન 2024-25 માટે વાવેતરનીતિ બહાર પાડતા શેરડી પકવતા ખેડૂતો માં ખુશી જોવા મળી.
ગીર ના ખેડૂતોની જીવાદોરી સમાન છેલ્લા એક દાયકાથી બંધ પડેલી 12000 ખેડૂત સભાસદોની માતૃસંસ્થા એવી શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનારને ઇન્ડિયન પોટાશ લિ., ન્યુ દિલ્હી સાથે 30 વર્ષ ના ભાડા કરાર થી પુન: ચાલુ કરવા બાબતે ખાસ સાધારણ સભા ગત તા.22.10.2024 નાં રોજ મળી હતી જેમાં ખાંડ ઉદ્યોગને વહેલી તકે લીઝ ઉપર આપી પુન: શરૂૂ કરવા સર્વે હક્કો ચેરમેન ને આપી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ને ફરી ધમધમતો કરવા સાધારણ સભા એ એક્કી સુરે ઠરાવ કર્યો ત્યાર બાદ થી પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ચેરમેન પી.એસ.ડોડીયા મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સતત પ્રયત્નો બાદ આજે ઇન્ડીયન પોટાશ લી. ના એમ. ડી પી.એસ.ગેહલોત ની સૂચનાથી અધિકારીઓ ની ટીમ કોડીનાર આવી ખાંડ ઉદ્યોગ ના મેનેજમેન્ટ સાથે બેઠક કરી પિલાણ સીઝન 2025-26 માટે વાવેતર સીઝન 2024-25 માટે ખેડૂતોની શેરડી ખરીદવાના વિશ્વાસ સાથે વાવેતરનીતિ બહાર પાડી હતી આ અંગે સંસ્થાના એમડી રાજનભાઈ વૈંશે જણાવ્યું હતું કે ઈન્ડીયન પોટાશ લીમીટેડ-ન્યુ દિલ્હી ના સૌજન્ય થી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ દ્વારા આગામી વાવેતર સીઝન 2024-25 અને પીલાણ સીઝન 2025-26 માટે આજે શેરડી વાવેતર નીતી બહાર પાડવામાં આવી છે. જેમાં ખેડૂત સભાસદો અને બિન સભાસદોએ શેરડીનું વાવેતર વહેલા તે પહેલાનાં ધોરણે કરવાનું રહેશે., શેરડીની સારી જાતોનું વાવેતર કરવાનું રહેશે., શેરડી વાવેતરની નોંધ વિભાગ પ્રમાણે સંસ્થા દ્વારા ખોલવામાં આવેલ ઓફીસે કરાવવાની રહેશે., શેરડીની વાવેતરની નોંધ કર્યા બાદ શેરડી વાવેતર પ્લોટનો સર્વે કરવામાં આવશે. ત્યારબાદ નોંધ માન્ય ગણાશે.,નોંધ કરાવેલ શેરડી ફરજીયાત સંસ્થાને પીલાણમાં આપવાની રહેશે. જેનો ઈન્ડીયન પોટાશ લી દ્વારા કેન્દ્ર સરકારની એફ.આર.પી. (લઘુતમ ભાવની નીતી) મુજબ શેરડીનો ભાવ ચુકવવામાં આવશે. અને આ સાથે શેરડીનું રોપાણ અને પીલાણ અંગે સંસ્થા તથા ઈન્ડીયન પોટાશ લીમીટેડ ન્યુ દિલ્હી તરફથી બહાર પાડવામાં આવતા નીતી નિયમોનો અમલ કરવાનો રહેશે. તેવું જણાવ્યું હતું આ આ સાથે ગીરના ખેડૂતોને વધુમાં વધુ શેરડીનું વાવેતર કરવા અનુરોધ કરી ફરીવાર સંસ્થાને પુન: શરૂૂ કરાવવા ના સહયોગ આપવા બદલ સંસ્થા નાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી સહકાર મંત્રી અમિતભાઈ શાહ જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી નો આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યારે ઇન્ડિયન પોટાશ લિમિટેડ વતી હાજર રહેલા વી ડી ચૌધરીએ જણાવ્યું હતું કે ઇન્ડિયન પોટાશ લી. છેલ્લા સાત દાયકાથી ખેડૂતોને રાસાયણિક ખાતર તેમજ યુરિયા,ડીએપી અને પોટાશ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડે છે આ સાથે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા બંધ પડેલી સુગર મિલોને ચાલુ કરી ખેડૂતોના આર્થિક ઉધારનું એક ઉમદા કાર્ય શરૂૂ કર્યું છે જેના ભાગરૂૂપે ઉત્તર પ્રદેશની છ અને ઓડીસાની એક મળી કુલ સાત બંધ સુગર મિલો અત્યાર સુધીમાં પુન: કાર્યરત કરી છે. અને હવે ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની કોડીનાર અને તાલાળા બંને સુગર ફેક્ટરીઓને પણ શરૂૂ કરવામાં આવનાર છે ત્યારે ચાલુ વર્ષે થી જ અમો ખેડૂતોને વિશ્વાસ આપીએ છીએ કે તમારી શેરડી ઇન્ડિયન પોટાશ લિમિટેડ ખરીદશે અને સાથોસાથ સરકારે નક્કી કરેલા એફઆરપી મુજબના ભાવો પણ ચુકવાશે અને ખેડૂતોને એકી આંકડે પોતાની શેરડીનું મૂલ્ય વળતર ખેડૂતોના ખાતામાં સીધું જ જમાં કરવામાં આવશે અને જેના ભાગરૂૂપે હાલ કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગની શેરડી વાવેતર નીતિ બહાર પાડવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે કોડીનાર પંથક માં શેરડી એ મુખ્ય પાક હોય અને તેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે ત્યારે આ ફેકટરી બંધ રહેવા થી 78 જેટલા ગ્રામ્ય વિસ્તારના 12000 જેટલા સભાસદો, ખેડુતો અને તાલુકા ના વેપારીઓ ને દર વર્ષે અંદાજે 200 કરોડ જેટલા ટર્નઓવર નું નુકસાન થાય છે ત્યારે આજે વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હીને આ ખાંડ ઉદ્યોગ લીઝ ઉપર આપી કોડીનાર ની જીવાદોરી ની પૂન: જીવિત કરવા ના સંકલ્પ સાથે આજે વાવેતરનીતિ બહાર પાડી આગામી વર્ષે થી ખેડૂતો ની શેરડી ખરીદી સારા ભાવો આપવાની સાથે એકી આંકડે શેરડી ના પૈસા પણ સીધા ખેડૂતો ના ખાતામાં જમા કરવાની જાહેરાત કરતા તાલુકાભર માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.