સૌથી વધુ વોર્ડ નં.6 માં 67.99 ટકા અને ઓછું વોર્ડ નં.2 માં 54.16 ટકા મતદાન
કોડીનાર નગરપાલિકા ની ચૂંટણીમાં 61.36 ટકા જેટલું ધિંગુ મતદાન નોંધાયું છે.
કોડીનાર નગરપાલિકા ની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ ની 4 બેઠકો બિન હરીફ જાહેર થતાં 7 વોર્ડ ની 24 બેઠકો માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું.સવારે અતિ ધીમા અને નીરસ મતદાન બાદ બપોર પછી મતદાન વધુ માત્રામાં થતાં મતદાન નો આંકડો ઊંચકાયો હતો.અનેક મતદાન બુથો ઉપર લાઈનો જોવા મળી હતી.
જેમાં મતદારો ના નામ બીજા બુથો માં ફરી જતા મતદારો દુવિધા માં મૂકાતા શરૂૂઆત માં 2 કલાક મતદાન અતિ ધીમું અને નીરસ થયું હતું.જ્યારે વોર્ડ નં.3 માં બુખારી મોહલ્લા માં ઊટખ માં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન અર્ધો કલાક ખોરવાયું હતું તેમજ તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં ન આવતા દિવ્યાંગ મતદારો ને મતદાન કરવા તકલીફ નો સામનો કરવો પડ્યો હતો.
કોડીનાર નગરપાલિકા ની ચૂંટણીમાં નવ દંપતીઓ ,યુવાનો ની સાથે મોટી ઉમર ના વૃદ્ધો એ પણ ઉત્સાહ પૂર્વક મતદાન કરી લોકશાહી ના પર્વ ની ઉજવણી કરી હતી.સાંજે 5 વાગ્યા સુધીમાં 55.43 ટકા મતદાન થયું હતું.તો મતદાનનો સમય પૂર્ણ થતાં સાંજે 6 વાગ્યે મતદાન મથકોના ગેટ બંધ કરવામાં આવ્યા હતા.કોડીનારમાં કુલ 14 બિલ્ડીંગમાં 32 બુથ ગોઠવવામાં આવ્યા હતા.તમામ બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હોવાથી સેંકડોની સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.
મતદાન પૂર્ણ થતાં કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 61.36 ટકા મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું. 7 વોર્ડ ની 24 બેઠકો માટે 47 ઉમેદવારો ના ભાવિ મતદાન પેટી માં કેદ થતા હવે તા.18 ના મતગણતરી નાં દિવસે પરિણામ આવશે.
ક્યા વોર્ડમાં કેટલું મતદાન
વોર્ડ નંબર એક. 60.24 ટકા મતદાન
વોર્ડ નંબર બે 54.16. ટકા મતદાન
વોર્ડ નંબર ત્રણ 62.29. ટકા મતદાન
વોર્ડ નંબરચાર 61.40. ટકા મતદાન
વોર્ડ નંબર પાંચ 56.98 ટકા મતદાન
વોર્ડ નંબર છ 67.98. ટકા મતદાન
વોર્ડ નંબર સાત 66.71. ટકા મતદાન
કુલ મતદાન 61.36 ટકા થયું.