ભારત સાથેના રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરવા માટે ન્યુ ઝીલેન્ડે એક વિશેષ વન-ડે જર્સી કોટાહિટાંગા લોન્ચ કરી છે. એમાં ભારતીય અને માઓરી કલાત્મક તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમતગમત સંબંધોની શરૂૂઆત 1926માં થઈ હતી જ્યારે ભારતીય સેનાની હોકી ટીમે ન્યુ ઝીલેન્ડની ટૂર કરી હતી. બન્ને દેશો વચ્ચે પ્રથમ ક્રિકેટ-મેચ નવેમ્બર 1955માં રમાઈ હતી જ્યારે ન્યુઝીલેન્ડે હૈદરાબાદમાં ભારત સામે પાંચ ટેસ્ટ-મેચની સિરીઝની શરૂૂઆતની મેચ રમી હતી. કોટાહિટાંગા માઓરી ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે એકતા, સહયોગ અને સાથે મળીને ઉજવણી કરવી. આ જર્સીમાં કમળનાં ફૂલ, મન્ડાલા આર્ટ અને પરંપરાગત માઓરી પેટર્નનો સમાવેશ કરવામાં આવ્યો છે જે બન્ને સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્ત્વોને એકસાથે લાવે છે.
ભારત સામેની વન-ડે સિરીઝમાં કિવી ખેલાડીઓ ‘કોટાહિટાંગા’ જર્સી પહેરશે
ભારત સાથેના રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરવા માટે ન્યુ ઝીલેન્ડે એક વિશેષ વન-ડે જર્સી કોટાહિટાંગા લોન્ચ કરી છે. એમાં ભારતીય અને માઓરી કલાત્મક તત્ત્વોનો…
