ખીજડિયા પક્ષી અભયારણ્ય ખુલ્લું મુકાયું

જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય મંગળવારથી પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ આ અભયારણ્ય ફરી ધમધમતું થશે. દર વર્ષે…

જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય મંગળવારથી પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ આ અભયારણ્ય ફરી ધમધમતું થશે. દર વર્ષે યોમાસા દરમિયાન પક્ષીઓના સંવર્ધન અને સુરક્ષા માટે આ અભયારણ્ય ચાર મહિના માટે બંધ રાખવામાં આવેછે. આજે વહેલી સવારથી જ પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે પ્રવેશ શરૂૂ કરી દેવામાં આવ્યો છે.

મરીન નેશનલ પાર્ક હેઠળ આવતા આ ખીજડીયા પક્ષી અભયારણમાં દેશ-વિદેશના અસંખ્ય પક્ષીઓ વસવાટ કરે છે. શિયાળાની ઋતુમાં અહીં 334 જેટલા વિવિધ પ્રજાતિના પક્ષીઓ મહેમાન બને છે. ખારા અને મીઠા પાણીના કયારા તેમજ અનુકૂળ ભૌગોલિક સ્થિતિને કારણે વિવિધ પ્રજાતિના પક્ષીઓ અહીં આકર્ષાય છે.પક્ષીઓને અહીં શાંત વાતાવરણ, પૂરતો ખોરાક અને પાણીની સુવિધા મળે છે. મરીન નેશનલ પાર્ક પણ આ પક્ષીઓને રક્ષણ પૂરું પાડવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે, જેના પરિણામે દુનિયાના મૂલકોથી પક્ષીઓ ખીજડીયા આવે છે.

મોટી સંખ્યામાં અને વિવિધ પ્રકારના પક્ષીઓને નજીકથી નિહાળવા માટે પક્ષીપ્રેમીઓ નિયમિતપણે ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લે છે. ખાસ કરીને શિયાળામાં પક્ષીઓની ફોટોગ્રાકી માટે મેટોસારોની પણ ભીડ જોવા મળે છે.આ વર્ષે સારા વરસાદને કારણે શિયાળામાં દેશ-વિદેશના પક્ષીઓ વધુ સંખ્યામાં આવે તેવી સંભાવના છે. દિવાળી વેક્શન અને ઠંડીની મોસમમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્યની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

ખીજડીયા અભ્યારણમાં પહોંચવા માટે પ્રવાસીઓને કેમ્પસ પર જ બુકિંગ ઓફિસ આવેલી છે, અને ત્યાંથી જ ઓન ધ સ્પોટ એન્ટ્રી આપવામાં આવે છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચાર મહિનામાં પક્ષીઓ નિહાળવાએ અદ્દભૂત લ્હાવો હોય છે. ત્યારે સવારના 6:00 વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી પક્ષી અભ્યારણ્યમાં બુકિંગ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *