ખંભાળિયાને મળી એસ.ટી.ની છ નવી બસ: કેબિનેટ મંત્રી દ્વારા લીલી ઝંડી અપાઈ

ખંભાળિયા ડેપોને એસટી વિભાગ દ્વારા તાજેતરમાં 6 નવી બસ ફાળવવામાં આવી છે. આ નવી બસોને ગણેશ ચતુર્થીના દિને કેબિનેટ મંત્રીના હસ્તે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું…

ખંભાળિયા ડેપોને એસટી વિભાગ દ્વારા તાજેતરમાં 6 નવી બસ ફાળવવામાં આવી છે. આ નવી બસોને ગણેશ ચતુર્થીના દિને કેબિનેટ મંત્રીના હસ્તે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું.

ખંભાળિયાના એસટી ડેપો ખાતે યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી. બુધવારે લોકાર્પણ કરવામાં આવેલી આ છ બસોમાં ચાર ડિલક્સ એક્સપ્રેસ તથા બે મીની બસો આ ડેપોને ફાળવવામાં આવી છે. જેમાં સલાયા-જખૌ સોલ્ટ રૂૂટ પર બે ડિલક્સ એક્સપ્રેસ બસ સાંજે 5:30 વાગ્યે તેમજ ખંભાળિયા- તુલસીશ્યામ રૂૂટ પર બે ડિલક્સ એક્સપ્રેસ સવારે 10 વાગ્યે તથા ખંભાળિયા – રાજકોટ રૂૂટ પર બે મીની બસ સવારે 6:45 તથા બપોરે અઢી વાગ્યે ખંભાળિયા ડેપો ખાતેથી નિકળશે.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ નકુમ, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જામનગર એસટી વિભાગીય નિયામક જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પી.એસ. જાડેજા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, એભાભાઈ કરમુર, કાનાભાઈ કરમુર, યોગેશભાઈ અને મોહિતભાઈ મોટાણી સહિત સ્થાનિક અગ્રણીઓ તથા એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી બસ શરૂૂ થતા અનેક મુસાફરોને રાહત બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *