ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કર્મીઓનું ઉપવાસ આંદોલન: બે ઉપવાસીઓની તબિયત લથડી

ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોની નવી ભરતી, પગાર સહિતના વિવિધ પડતર મુદ્દે છેલ્લા આશરે 11 દિવસથી નગરપાલિકા કચેરી નજીક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવી રહ્યું છે.…

ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોની નવી ભરતી, પગાર સહિતના વિવિધ પડતર મુદ્દે છેલ્લા આશરે 11 દિવસથી નગરપાલિકા કચેરી નજીક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવી રહ્યું છે.

અહીંના મ્યુનિસિપલ ગાર્ડન ખાતે વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓના મુદ્દે સફાઈ કામદારો અને સફાઈ કામદાર આગેવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહેલા પ્રત્યેક ઉપવાસ બાદ આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

આમરણાંત ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે શનિવારે સવારે ઉપવાસી છાવણીમાં બે ઉપવાસીઓની તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને આ વ્યક્તિઓને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉપવાસ આંદોલન દરમિયાન કુલ ત્રણ આંદોલનકર્તાઓ લાખાભાઈ જીવાભાઈ, રમેશભાઈ કારૂૂભાઈ અને સંતોષભાઈ કાલિદાસની તબિયત લથડતા આ ત્રણેયને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *