NEETમાં સારા માકર્સ મેળવી ગુજરાતની પ્રથમ ક્રમાંકની કોલેજમાં એડમિશન મળ્યાના પાંચ મહિનામાં જિંદગી ટુંકાવી: સ્યુસાઇડ નોટ મળી
અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે. મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષની એમબીબીએસ વિદ્યાર્થિની જીયા ડાકી (19 વર્ષ)એ સોમવારે બપોરે હોસ્ટેલના રૂૂમમાં ફાંસી લઈને આત્મહત્યા કરી લીધી. તેણે પોતાના માતા-પિતા માટે ત્રણ પાનાની હાથથી લખેલી સુસાઇડ નોટમાં પોતાને ‘નિષ્ફળ’ કહીને એકલતા અને મિત્રો ન બનાવી શકવાની વાત કરી હતી.
જીયા ડાકી કેશોદ (જુનાગઢ)ની રહેવાસી હતી. તેણે ગઊઊઝ ક્રેક કરીને ગુજરાતની એક અગ્રણી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. આશરે પાંચ મહિના પહેલાં તે શાહીબાગના દેવી ગર્લ્સ હોસ્ટેલના રૂૂમ નંબર 527માં રહેવા આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે ક્લાસમાં નિયમિત હતી, પરંતુ અંદરથી માનસિક તકલીફમાં હતી.
શાહીબાગ પોલીસના ઇન્સ્પેક્ટર જે.એચ. સિંધવે જણાવ્યું કે, રૂૂમમાં તપાસ કરતાં એક ડાયરીમાં ત્રણ પાનાની હાથથી લખેલી નોટ મળી આવી. તેમાં તેણે પોતાને ‘failure’ કહ્યું અને એકલતા અનુભવવાની વાત કરી. તેણે કોઈને દોષી ઠેરવ્યું નથી. મિત્રોના કહેવા પ્રમાણે તે ઇન્ટ્રોવર્ટ પ્રકૃતિની હતી અને અન્યો સાથે જલદી મિત્રતા કરી શકતી ન હતી.
પોલીસે આ કેસમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. હાલમાં કોઈ પરીક્ષા નહોતી કે આગામી દિવસોમાં પણ કોઈ પરીક્ષાનું શેડ્યુલ નહોતું. આ ઘટનાએ મેડિકલ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને એકલતાના મુદ્દાને ફરી એક વાર સામે લાવી દીધો છે. કોલેજ અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
