દિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવો

  દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મોટું નિવેદન આપ્યું છે.…

 

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મોટું નિવેદન આપ્યું છે.

ચવ્હાણે કહ્યું કે, તેમને લાગે છે કે અરવિંદ કેજરીવાલ ત્યાં જીતશે. દિલ્હીના રાજકારણની ચર્ચા કરતી વખતે ચવ્હાણે કોંગ્રેસની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પણ આ ચૂંટણી મેદાનમાં પૂરી તાકાત સાથે ઉતરશે. જો કે, તેમણે સ્વીકાર્યું કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હોત તો તેની અસર વધુ સારી થઈ શકી હોત.

એક ઈન્ટરવ્યુમાં પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, દિલ્હીની ચૂંટણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને વિશ્વાસ છે કે કેજરીવાલ ત્યાં જીતશે. કોંગ્રેસ પણ મેદાનમાં છે અને ચૂંટણી લડશે. અફસોસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થવું જોઈતું હતું, પરંતુ એવું થતું જણાતું નથી.

દરમિયાન, અરવિંદ કેજરીવાલને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના બે મુખ્ય પક્ષો સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, જે પણ ભાજપને હરાવે અમે તેની સાથે છીએ. દિલ્હીમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત નથી, તેથી સપા આપને સમર્થન કરશે. ટીએમસીએ પણ આપને સમર્થન આપ્યું અને કહ્યું કે તેમને આશા છે કે કેજરીવાલ દિલ્હીમાં ફરીથી સરકાર બનાવશે. ઝખઈ નેતા કુણાલ ઘોષે કહ્યું કે, ભાજપનો સફાયો થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *