નંબર પ્લેટ વિના, કાળા અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો સાવચેત રહેજો, રાજ્યમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવા ડીજીપીનો આદેશ
ગુજરાતમાં વધતા જતા અકસ્માત ઘટાડવા અને અકસ્માતમાં અંકુશ લાવવા માટે મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના ઇન્ચાર્જ પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે શહેર અને જીલ્લામાં આજથી 10 માર્ચ સુધી ટ્રાફિકની ખાસ ડ્રાઇવ યોજવા અને તેન અંગેનો રીપોર્ટ પોલીસ વડાને મોકલવા સુચના આપી છે. જેને પગલે આજથી રાજકોટ સહીત ગુજરાતભરમાં ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. આજથી વાહન ચાલકોએ હેલ્મેટ વિના, નંબર પ્લેટ વિનાની ગાડી, કાળા કાચવાળી ગાડી અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો સાવચેત રહેવું કારણ કે, આજથી નિયમભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે.
રાજકોટ સહીત ગુજરાતભરમાં આજહતી 10 માર્ચ સુધી ખાસ ડ્રાઇવ રાજ્ય પોલીસ વડા ડો.કે.એલ. એન.રાવે રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાને પત્ર લખીને જાણ કરી છે કે રાજય ખાતે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. રાજ્ય પોલીસ વડા દ્વારા નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડીઓ સામે તેમજ ટ્રાફિકના વિવિધ નિયમો જેવા કે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ, પેસેન્જર વાહનોમાં પરમિટ કરતાં વધુ પેસેન્જરો બેસાડવા, ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિત અલગ અલગ નિયમો બદલ કાર્યવાહી કરવા જણાવ્યું છે. અકસ્માતોની સંખ્યામાં ગતવર્ષની સરખામણીએ આ વર્ષે વધારો ટ્રાફિક નિયમના ભંગ બદલ કાનુની કાર્યવાહી કરવા સમયાંતરે ખાસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન શહેર/જીલ્લાઓ ખાતે કરવામાં આવે છે તેમ છતાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ગતવર્ષની સરખામણીએ આ વર્ષે વધારો થયાનું ધ્યાનમાં આવ્યું છે.
જે અકસ્માતમાં અંકુશ લાવવા માટે મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે શહેર અને જીલ્લા ખાતે ખાસ ઝુંબેશ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ડ્રાઇવ દરમ્યાન રોજે-રોજ કરેલી કામગીરીની વિગતો નિયત પત્રકમાં તારીખ વાઇઝ તૈયાર કરી રાજ્ય પોલીસ વડાની કચેરીને ઇ-મેઇલથી મોકલી આપવા જણાવ્યું છે.
