AI ડ્રાઇવિંગ ટેસ્ટ બન્યો ‘ટફ ટાસ્ક’, 85% ફોર વ્હિલર ઉમેદવાર નાપાસ

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરના ચાર મહાનગરોના આરટીઓમાં જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની અમલવારી શરૂૂ થઈ છે ત્યારથી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા ઈચ્છુક અરજદારોને મુશ્કેલીનો…

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરના ચાર મહાનગરોના આરટીઓમાં જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની અમલવારી શરૂૂ થઈ છે ત્યારથી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા ઈચ્છુક અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ શહેરમાં આવેલ આરટીઓ કચરી ખાતે ગત 16 જુલાઈ 2026 થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની શરૂૂઆત કરવામાં આવી છે. ત્યારથી આજ દિવસ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થનારા અરજદારોની સંખ્યામાં પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ફોર વ્હીલર અરજદારોની ટેસ્ટ ડ્રાઈવમાં નાપાસ થવાની ટકાવારી 85% ઉપર જોવા મળી રહી છે.

જ્યારે કે, ટુ વ્હીલર અરજદારોની ટેસ્ટ ડ્રાઈવમાં નાપાસ થવાની ટકાવારી 27% થી વધુ જોવા મળી રહી છે. ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂૂ થતા મોટાભાગના અરજદારો નાપાસ થતા તેમને ફરીથી ટેસ્ટ ડ્રાઈવ આપવાની ફરજ પડી રહી છે. છેલ્લા 21 દિવસના આંકડા મુજબ, લાઇટ મોટર વ્હીકલટેસ્ટ આપનારા 1,090 ઉમેદવારોમાંથી 938 ઉમેદવારો નાપાસ થયા છે, જ્યારે માત્ર 152 ઉમેદવારો ટેસ્ટમાં સફળ રહ્યા છે. એટલે કે, ફોર-વ્હીલર ટેસ્ટમાં નાપાસ થવાનો દર 85%થી વધુ રહ્યો છે. બીજી તરફ, ટુ-વ્હીલર ટેસ્ટમાં કુલ 2,393 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાંથી 1,723 ઉમેદવારો પાસ અને 670 ઉમેદવારો નાપાસ થયા હતા.

ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ માનવીય પૂર્વગ્રહને દૂર કરવા સાથે ઉમેદવારોની નાની-નાની ડ્રાઇવિંગ ભૂલો પણ ચોકસાઇપૂર્વક પકડી રહી છે. ઉચ્ચ ચોકસાઇવાળા સેન્સર એરે અને કેમેરા ટ્રેકિંગની મદદથી ઉમેદવારની ડ્રાઇવિંગ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. છઝઘ અધિકારીઓના જણાવ્યા મુજબ, ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં નિષ્ફળ જતા ઉમેદવારોમાંથી આશરે 80 ટકા ઉમેદવારો સમાંતર પાર્કિંગ તેમજ સિગ્નલ જમ્પિંગના કારણે ગેરલાયક ઠરે છે. બીજી તરફ, ટુ-વ્હીલર ટેસ્ટમાં નિષ્ફળતાનું સૌથી મોટું કારણ ટ્રેકના અંતિમ વળાંક નજીક સંતુલન ગુમાવીને અથવા નિયમ વિરુદ્ધ જમીન પર પગ મૂકવો છે. આશરે 85 ટકા નિષ્ફળતા આવા કિસ્સાઓને કારણે થાય છે. RTO સત્તાવાળાઓના મતે, ટેસ્ટમાં સફળતા માટે માત્ર વાહન ચલાવવું આવડવું પૂરતું નથી. ઉમેદવારને વાહન પર નિયંત્રણ, સ્ટીયરિંગ હેન્ડલિંગ અને સ્પેશિયલ અવેરનેસ જેવી બાબતોમાં પણ પ્રેક્ટિસ હોવી જરૂૂરી છે. જોકે, અનેક અરજદારો પૂરતી પ્રેક્ટિસ વિના જ ટેસ્ટ આપવા પહોંચી જાય છે. ટેસ્ટ પહેલાં ઉમેદવારોને પ્રક્રિયા અને નિયમો સમજાવવા માટે સૂચનાત્મક વીડિયો બતાવવામાં આવે છે.

જોકે, અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેટલાક ઉમેદવારો વીડિયો ધ્યાનપૂર્વક જોતા નથી અને મોબાઇલ ફોન સહિતની બાબતોના કારણે પણ તેમનું ધ્યાન ભંગ થાય છે. પરિણામે ટેસ્ટ દરમિયાન જરૂૂરી નિયમો અંગે ભૂલો થાય છે. નવી ઓટોમેટેડ વ્યવસ્થામાં ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન થતી નાની ભૂલો પણ સેન્સર અને કેમેરા દ્વારા નોંધાય છે. માનવીય મૂલ્યાંકનની સરખામણીએ સિસ્ટમમાં નિયમોના પાલન અને ચોકસાઇ પર વધુ ભાર રહે છે. તેથી ઉમેદવારો માટે ટ્રેકની દરેક પ્રક્રિયા અને નિર્ધારિત નિયમોનું પાલન કરવું અનિવાર્ય બની ગયું છે.

હાલ ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થઈ રહેલા અરજદારોને બે મહિના સુધી ફરી થી ટેસ્ટ આપવા માટે રાહ જોવી પડી રહી હોવાનું સામે આવ્યું છે. તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થતાં ફરીથી ટેસ્ટ આપવા માટે ₹300 ફી પણ ચૂકવવી પડી રહી છે. તો બીજી તરફ આરટીઓ અધિકારીઓનું માનવું છે કે, ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે શોર્ટકટ નહીં, પરંતુ નિયમિત પ્રેક્ટિસ અને ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયાની સમજ જરૂૂરી છે. ખાસ કરીને સમાંતર પાર્કિંગ અને ટુ-વ્હીલરના અંતિમ વળાંક જેવી જગ્યાએ ઉમેદવારોએ વધુ પ્રેક્ટિસ કરવી જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *