પ્રોટોકોલ ભંગ મુદ્દે નર્મદા ભાજપ અને ધારાસભ્ય દર્શના દેશમુખને કમલમનું તેડું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સીટના ભાજપ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે અચાનક વોકઆઉટ કરી દીધો હતો. તેમણે જિલ્લા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સીટના ભાજપ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે અચાનક વોકઆઉટ કરી દીધો હતો. તેમણે જિલ્લા પ્રમુખ નીલ રાવ વિરુદ્ધ પ્રોટોકોલના ભંગ અને વારંવાર અપમાનના આરોપ લગાવ્યા હતા.ઘટના પછી ડો. દર્શના દેશમુખે જિલ્લા કાર્યાલય સમક્ષ ધરણા કાર્ય હતા. આ દરમિયાન ભરૂૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા સાથે મળીને તેમણે જિલ્લા વહીવટીતંત્ર સામે ઔપચારિક ફરિયાદ પણ નોંધાવી હતી.

મામલો વકરતાં ગુજરાત ભાજપના રાજ્ય કાર્યાલય ‘કમલમ’ (ગાંધીનગર)એ તાત્કાલિક કાર્યવાહી કરી છે. જિલ્લા પ્રમુખ નીલ રાવ અને ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ બંનેને અહીં સમન્સ મોકલી તેડાવવામાં આવ્યા છે. રાજ્યસ્તરીય સમિતિ આ મુદ્દે વિગતવાર તપાસ કરશે તેમ જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુજરાત ભાજપના સ્થાનિક સ્તરે ચાલતા વિવાદોને ફરી એક વાર ઉજાગર કરી દીધો છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આંતરિક સુમેળ જાળવવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જરૂૂરિયાત વ્યક્ત કરી છે.આ ઘટના પાર્ટીની આંતરિક એકતા અને સ્થાનિક કક્ષાએ નેતૃત્વ વ્યવસ્થાપન પર સવાલ ઉઠાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *