‘કાલીન ભૈયા’નો દબદબો, રિલીઝ પહેલા 68,000 ટિકિટો વેચાઇ

ચર્ચિત અને લોકપ્રિય ’મિર્ઝાપુર’ ફ્રેન્ચાઈઝી હવે મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ સ્ટારર આગામી ચલચિત્ર ’મિર્ઝાપુર: ધ…

ચર્ચિત અને લોકપ્રિય ’મિર્ઝાપુર’ ફ્રેન્ચાઈઝી હવે મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ સ્ટારર આગામી ચલચિત્ર ’મિર્ઝાપુર: ધ મૂવી’ ને લઈને દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સે 31 ઓગસ્ટથી એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂૂ કર્યું હતું, અને શરૂૂઆતી આંકડા જ દર્શાવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી શકે છે.

સેકનિલ્કના આંકડા મુજબ, એડવાન્સ બુકિંગ ખુલ્લાના ગણતરીનાકલાકોમાં જ પ્રક્ષકોએ ટિકિટો બુક કરાવવાની હોડ લગાવી હતી. 2 સપ્ટેમ્બરની સવાર સુધીમાં ફિલ્મની 68,000 થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે, જેનાથી 1.98 કરોડનું ડાયરેક્ટ કલેક્શન થયું છે. બ્લોક સીટ્સના આંકડા ઉમેરવામાં આવે તો રિલીઝ પહેલાંનો આ વેપાર 3.34 કરોડને સ્પર્શી ગયો. આ ફિલ્મ 4 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. સિનેમાપ્રેમીઓનાપ્રતિસાદને જોતાં માનવામાં આવી રહ્યું છે કે રિલીઝ ડેટ સુધીમાં એડવાન્સ બુકિંગનો આંકડો યફતશહુ 1 લાખ ટિકિટોને પાર કરી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *