જંગલેશ્ર્વર ઝૂંપડપટ્ટી નહીં 30 લાખના બંગલાની કોલોની નીકળી: મ્યુનિ.કમિશનર

ડિમોલિશન દરમિયાન મકાનોની કિંમત અંકાતા પાંચ લાખથી વધુની કિંમતના 750 ઘર અને 30 લાખની કિંમતના 250થી વધુ બંગલાઓ જોવા મળ્યા બાપુનગરથી નાડોદા નગર સુધીનો 2.5…

ડિમોલિશન દરમિયાન મકાનોની કિંમત અંકાતા પાંચ લાખથી વધુની કિંમતના 750 ઘર અને 30 લાખની કિંમતના 250થી વધુ બંગલાઓ જોવા મળ્યા

બાપુનગરથી નાડોદા નગર સુધીનો 2.5 કિલોમીટરનો ટીપી રોડ ખુલ્લો થતા હવે જંગલેશ્ર્વરમાં જવુ સરળ બન્યુ

મહાનગરપાલિકા દ્વારા સોમવારથી જંગલેશ્ર્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે ગઇકાલે રાત્રે પૂર્ણ થતા આ મુદ્દે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ પત્રકારોને જણાવેલ કે, જંગલેશ્ર્વર અને નદીકાંઠાની ઝૂંપડપટ્ટી હટાવવામાં આવી રહી છે. તેવી કાગારોળ મેચલ પરંતુ ડિમોલીશન દરમ્યાન અમને આશ્ર્ચર્ય જનક જોવા મળ્યુ હતુ 1504 મકાનો તોડવામાં આવ્યા જેમાં 750થી વધુ મકાન પાંચ લાખથી વધુ કિંમતના અને 250થી વધુ મકાન 30 લાખથી વધુ કિંમતના બગલાઓ હતા તેવી જ રીતે 50 થી 100 વારના અને 200 વારથી વધુ જગ્યામાં બનેલા આધુનિક સુવિધા સભર મકાનો જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે. તેનુ ડિમોલીશન કરવામાં આવ્યુ મોટાભાગના લોકો પૈસાદાર હોવાનુ પણ જોવા મળ્યુ હતું.

મ્યુનિ.કમિશનરે વધુમાં જણાવેલ કે, 50થી લઇ 200 વાર સુધીના મકાનો ડિમોલિશન દરમ્યાન જોવા મળ્યા હતા. એક પણ મકાન કાચા ન હતા પરંતુ અમૂક મકાનો પાકા હતા જેની ઉપર છતના બદલે પતરા નાખવામાં આવ્યા હતા. છતા કોર્પોરેશને અગાઉ અસગ્રસ્તોને સમય આપી ડિમોલીશનમાં આવતા તમામ મકાનોને ખાલી કરાવી નાખ્યા હતા. પ્રથમ વખત મનપાએ તમામ ખાલી મિલકતોનું ડિમોલીશન કર્યુ હતુ. જેના લીધે લોકોના જાન માલને કોઇ જાતની નુકસાની થઇ ન હતી. મહાનગરપાલિકાનો સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત અને આધુનિક સાધન સામગ્રીના કારણે ડિમોલીશનની કામગીરી સરળતાથી પૂર્ણ થઇ શકી હતી. જે બદલ તમામનો આભાર માનુ છું

મ્યુનિ.કમિશનરે વધુમાં જણાવેલ કે, જંગલેશ્ર્વર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી આ દબાણો થઇ ગયા છે. પરંતુ આ વિસ્તારમાં જવા માટેનો રસ્તો ન હોવાથી તેમજ સાકડી શેરીઓના કારણે ટીપી વિભાગના સ્ટાફને નોટિસ આપવા માટે પણ ડર લાગતો હતો. અગાઉ પણ આ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરવા માટેની કોશીસ કરવામાં આવેલ પરંતુ અનેક પરીબળોના કારણે કામ અટકી ગયેલ જે ગઇકાલે પૂર્ણ કરવામાં આવ્યુ હતું.

ડિમોલિશન સાથે 200 જેટલા અસામાજિક તત્ત્વો દૂર થયા : ડીસીપી હેતલ પટેલ
જંગલેશ્ર્વર ડિમોલીશન અંતર્ગત મળેલ પત્રકાર પરીષદમાં રાજકોટ ડીસીપી -ઝોન-2 હેતલ પટેલે જણાવેલ કે, પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ તૈયાર કરવામાં આવી હતી. ડિમોલીશન પહેલા લોક દરબાર, શાંતિ સમિતિ, મહોલ્લા સમિતિ સહિતની કામગીરી કરી પોલીસ દ્વારા લોકોની કોમી લાગણીનું ધ્યાન રાખી શાંતિ સલામતી ન જોખમાય તેમજ લોકોના જાન માલને નુકસાની ન થાય તે સહિતના મુદ્દાઓ ધ્યાન પર રાખી ટાસ્કફોર્સ કંપની સાથે તાલમેલ યોજી 2200થી વધુ પોલીસ સ્ટાફ સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ડ્રોનથી લઇ ગ્રાઉન્ડ લેવલ સુધીની તમામ કાર્યવાહી પ્લાન મુંજબ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં અનેક ગુનેગારો, હિસ્ટ્રીસિટર, દારૂ, જુગારના ધંધાર્થીઓ તેમજ ડ્રગ્સ પેડલરો અને ફાયરીંગ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા 200થી વધુ અસામાજીક તત્વોના અડ્ડાઓ તોડી પાડવામાં આવ્યા છે. આ પ્રકારના અનેક મકાનો ગુનેગારોનું આશ્રય સ્થાન હતું જે હવે નેસ્ત નાબુદ થતા તેમને મોટો ફટકો પડ્યો છે. આ ગુનેગારો ભાડાની ઓરડીઓમાંથી આવક ઉભી કરી આ પૈસાનું ઉચ્ચા વ્યાજે ધીરાણ કરી લોકોને ચુસ્વાનુ કામ કરતા હતા. ડિમોલીશનના કારણે અનેક અસામાજીક તત્વોની બનેલી ગેંગનો પણ સફાયો થયો છે. તેમજ મીશ્ર વસ્ત્રી સાથે કામ કરવાનુ હોવાથી લોકોને તકલીફ ના પડે તે રીતે શાંતિ પૂર્વક કામગીરી હાથ ધરાવામાં આવી છે.

એકજ સરખા 250 ઓરડાઓએ ધ્યાન ખેંચ્યું : મ્યુનિ.કમિશનર
જંગલેશ્ર્વર ડિમોલીશન દરમ્યાન તંત્રને અનેક પ્રકારની આશ્ર્ચર્ય જનક ઘટનાઓ જોવા મળી હતી. આ મદ્દે મ્યુનિ.કમિશનરે જણાવેલ કે, લાખો રૂપિયાના મકાનો અને કરોડો રૂપિયાના બંગલાઓ જોયા બાદ અનેક સ્થળે 250થી વધુ એક સરખી ઓરડીઓ જેમાં એક સરખી માપસાઇઝ અને એક સરખા દરવાજા અને એક સાથે 30-50ની હરોળમાં જોવા મળી હતી. 250થી વધુ આ પ્રકારની ઓરડીઓ એક સરખી કેમ છે. તેની તપાસ કરતા સ્થાનિકોએ જણાવેલ કે, માથાભારે અને અસામાજીક તત્વો દ્વારા આ ઓરડીઓ બનાવી પરપ્રાંતિય અને ગરીબ પરિવારોને ભાડેથી આપી મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા હતા. જે ગઇકાલે બંધ થયા હતા.

350 કરોડ રૂપિયાની જગ્યા ખુલી કરાવાઇ
જંગલેશ્ર્વરમાં ડિમોલીશનની કામગીરી પૂર્ણ કર્યા બાદ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, ટીપી રોડ અને નદીકાંઠા વિસ્તારમાં આવેલા 1489થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. ટીપી રોડ ઉપર 497 બાંધકામોનું ડિમોલિશન થતા 33750 ચોરસ મીટર જગ્યા ખુલી થઇ છે. જયારે આજીનદી કાંઠામાં પથરાયેલા 992 ગેરકાયદેસર બાંધકામો તોડી પડતા 55000 ચોરસ મીટર જગ્યા ખુલી છે. બંન્ને સ્થળના ડિમોલીશનથી 88750 ચોરસ મીટર જગ્યા ખુલી કરવામાં આવી છે. જેની બજાર કિંમત રૂા.350 કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે.

33264 કલાકમાં કામ પાર પડાયું
જંગલેશ્ર્વરમાં બે દિવસ ડિમોલીશન કરી 1489થી વધુ મિલકતો તોડી પાડવામાં આવી છે. મુદ્દે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, સોમવારે સવારે 7.30થી સાંજના 7 સુધીમા 1119 મકાનો તેમજ બીજા દિવસે સવાર 7.30 રાત્રી સુધીમાં 378 થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમ્યાન 1512 મહાનગરપાલિકાનો સ્ટાફ તેમજ જેસીબી, ટ્રેક્ટર સહિતના 261 વાહનો સહિતનો સામાન દ્વારા ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરતા 33264 કલાકનો સમય લાગ્યો હતો અને હવે કાટમાળ હટાવવાની તેમજ સફાઇ તેમજ રોડ બનાવવા અને દિવાલ ચણવા સહિતની કાર્યવાહી આગામી દિવસોમાં હાથ ધરાશે.

જંગલેશ્વર વિસ્તારના દબાણમુકત ભાગ
ચોમાસા દરમ્યાન પુરનિયંત્રણ સરળતાથી થઇ શકશે. આ વિસ્તાર માં 15 મીટર ટી.પી. રોડ પરના 497 દબાણો દુર કરી અને ટી.પી.રોડ ખુલ્લો થતા એમ્બ્યુલન્સ, ફાયર સેવાઓ અને પોલીસ વાહનો સરળતાથી અવર જવર થઇ શકશે. આજીનદી અને ખોખડદડી બંને નદીઓ આ લોકેશન પર ભેગી થતી હોઈ પુર દરમ્યાન આ લોકેશન પર મદદ મળવી સૌથી મુશ્કેલ બની જાય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી આજી ડેમ છલકાવાને કારણે કાંઠાના વિસ્તારો જેમકે જંગલેશ્વર, લલુડી વોકળી, રૂૂખડિયાપરા, એકતા કોલોની વગેરે વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવા પડે છે. ભૂતકાળમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે રેસ્ક્યુ કરવા જનાર અધિકારીઓને પણ ગઉછઋની ટીમ દ્વારા બચાવવા પડ્યા છે. જે તે સમયે 2024 માં 1378 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલ છે. જેમાંથી 370 રેસ્ક્યુ કરવામાં આવેલ હતા.

સેંકડો આવાસો ફાળવ્યા છતાં એની એજ દશા
હાલ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસોની સંખ્યા = 37000
જંગલેશ્વર વિસ્તારમાં હાલ સુધીમાં આપવામાં આવેલ આવાસોની સંખ્યા = 873.
અંદાજીત 200 જેવા મકાનો સમાન એલીવેશન ધરાવતા આધુનિક પ્રકારના જોવા મળેલ છે.
આ ઉપરાંત સમાન પ્રકારની ઓરડીઓ કે જે ભાડે આપેલ હોવાનું દેખીતી રીતે જ જણાય આવેલ તેવા અંદાજીત 250 જેટલા દબાણો
જે મકાનોની કીમત 5 લાખ થી વધુ થઇ શકે તેવા અંદાજીત 750 થી વધુ મકાનો.
અંદાજીત 250 જેટલા મકાનો જેની અંદાજીત કીમત 15 કે 30 લાખથી વધુ હોય તે પ્રકારના મકાનો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *