જંગલેશ્ર્વર ડિમોલિશન: બસભાડાનો ખર્ચ રૂા.6.69 લાખ

સિટીબસોના બદલે ખાનગી બસો ભાડે કરી, હેલમેટ-એપ્રન પાછળ 10 લાખ ખર્ચાયા, મશિનરીનું ભાડું દોઢ કરોડ તપાસ કમિટી આ એક એવી છટકબારી છે કે જેમા ભલભલા…

સિટીબસોના બદલે ખાનગી બસો ભાડે કરી, હેલમેટ-એપ્રન પાછળ 10 લાખ ખર્ચાયા, મશિનરીનું ભાડું દોઢ કરોડ

તપાસ કમિટી આ એક એવી છટકબારી છે કે જેમા ભલભલા કસુરવાન માટે ‘બાઇજ્જત’ બરી થવા માટેની વ્યવસ્થિત ગોઠવણ થઇ જાય. કુલડીમાં ગોળ ભાંગવા માટે તપાસ કમિટીના નામનું પ્લેટફોર્મ સરળ ઉપાય છે. આજે માત્ર રાજકોટ જ નહીં પણ રાજ્યભરમાં છાપરે ચડીને છતા થયેલા જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચમાં લાખો રૂૂપિયાની કટકીના કાંડમાં કાગળ પરની ‘સીટ’(તપાસ કમિટી)ના નાટક વચ્ચે ડિમોલિશન વખતે થયેલા વધુ કેટલાક લાખો રૂૂપિયાના ભેદી ખર્ચાઓનો પરપોટો ફૂટ્યો છે.

જંગલેશ્વર જાણે બાર ગાંવ છેટુ હોય તેમ સ્ટાફને લેવા મુકવા માટે ભાડાની બસ રખાઇ હતી અને તેનુ ત્રણ દિવસનું ભાડુ રૂૂ.6.69 લાખ ચુકવાઇ પણ ગયુ છે. જ્યારે ડિમોલિ શનમાં રોકાયેલા સ્ટાફ માટે 10 લાખથી વધુના ખર્ચે એપ્રન અને હેલ્મેટ ખરીદી સહિત આ ત્રણ દિવસ ચાલેલા ડિમોલિશનમાં રજવાડી ભોજનિયા સહિત રૂૂ.પોણા ત્રણ લાખના ખર્ચે આ ડિમોલિશન પડ્યુ હોવાનો ભેદી હિસાબનો પરપોટો જનરલ બોર્ડમાં વિપક્ષે પુછેલા સવાલના જવાબમાં ફૂટ્યો છે.

સો મણનો સવાલ : અમુક લાખોના ખર્ચા ગણતરીની કલાકોમાં જ કેમ ચૂકવાઇ ગયા?
ડિમોલિશનની આડમાં થયેલા બેફામ ખર્ચાઓ અને તેમા શંકા જાય તેવી જાણે અગાઉથી જ ચોક્કસ ગોઠવણીકારોને ખબર હોય તેમ રાતોરાત બીલ બની ગયા, રાતોરાત ચુકવાણા પણ થઇ ગયા. ડિમોલિશનમાં રોકાયેલા સ્ટાફ માટે કોની મંજૂરીથી બસ ભાડે રખાઇ હતી? એ તો હજુ કોઇ ખુલાસો થયો નથી પરંતુ બસ ભાડા, હેલ્મેટ અને એપ્રન ખરીદી, જેસીબી સહિતની મશીનરીનો દોઢ કરોડ સહિતનો ખર્ચ ગણતરીની કલાકોમાં જ કેમ ચુકવાઇ ગયો? એ પણ અનેક સવાલ ઉપજાવે છે.

 

ક્યા કેટલો મોટો ખર્ચ થયો હતો
રૂ.1.47,70,763 જેસીબી, ડમ્પર, હીટાચી, બ્રેકર, ગેસ કટર, લેબર સહિતનો ખર્ચ
રૂ.28,05,808 વિડિયો અને ફોટોગ્રાફી
રૂ.22,92,096 પાણીની બોટલ
રૂ.11,80,023 કાટમાળ ઉપાડવા માટે
રૂ.6,69,768 કર્મચારીઓ-અધિકારીઓને જંગલેશ્વર મુકવા અને તેડવા માટે રાખેલી ખાનગી બસનુ ભાડુ
રૂ.5,07,744 એપ્રન
રૂ.4,71,200 સ્ટાફને હેલ્મેટ
રૂ.9,09,600 મંડપ સર્વિસ
રૂ.3,56,880 ડિઝલ
રૂ.22,750 નડતરરૂૂપ વાહનના ટોઇંગ
24,000 આઇ.ડી.કાર્ડ અને તેના માટેની દોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *