માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ અન્ય રમતોમાં પણ ગુજરાતના રમતવીરો આગળ આવી રહ્યા છે. જૂનાગઢની 14 વર્ષની ટેનિસ ખેલાડી જેન્સી ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ટ્રોફી માટે પસંદગી પામી છે.
દુનિયાના 8 જ ખેલાડીઓ જે ટુર્નામેન્ટમાં પસંદગી પામે તેમાંથી એક જેન્સી છે. જેન્સી ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઓસ્ટ્રેલિયા ખાતે ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આ ટેનિસ ખેલાડી અત્યાર સુધી અનેક રાજ્ય અને દેશમાં વિવિધ ટુર્નામેન્ટ રમીને દેશનું નામ રોશન કર્યું છે.
જેન્સી કાનાબાર સાડા ત્રણ વર્ષની ઉંમરથી જ ટેનિસનીમાં રૂૂચી રાખીને કોર્ટ પર સખત પ્રેક્ટિસ કરતી રહી છે. તેણે નાનપણથી જ એક લક્ષ્ય બનાવ્યું હતું અને તેને સર કરવા માટે તેનું એક ચઢાણ ઓસ્ટ્રેલિયા તરફનું છે. જેન્સી કાનાબારે ભારતના અલગ-અલગ રાજ્યો તેમજ વિદેશમાં પણ કેટલીક ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, વિદેશની વાત કરીએ તો ફિલિપાઇન્સ, કંબોડિયા, યુકે જેવા દેશમાં તે ટુર્નામેન્ટમાં તેણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું હતું છે. હવે જેન્સી એશિયા પેસિફિયા એલાઇટ ટ્રોફી ઓસ્ટ્રેલિયન ખાતે રમવાની છે. જેન્સી ત્રણ વખત એટીએસ ચેમ્પિયન પણ બની છે. અત્યાર સુધી જેન્સી અન્ડર 14 રમતી હતી જેમાં તે ઇન્ડિયા અને એશિયામાં નંબર વન હતી.
જેન્સીએ જણાવ્યું કે તેના પિતા જ તેના કોચ તરીકેની ભૂમિકા ભજવે છે, જેન્સી કહે છે કે મેં ઘણાં મેડલ્સ જીત્યા છે પરંતુ ભવિષ્યમાં મારે ઓલિમ્પિક અને ગ્રાન્ડ સ્લેમમાં મેડલ જીતવાની ઈચ્છા છે. ટેનિસની ટ્રેનિંગ અને પ્રેક્ટિસની સાથે જન્સી પોતાના ભણતર પર પણ ધ્યાન આપી રહી છે.
