NEET જેવા વ્યવસ્થાગત સમસ્યાના સુધારા માટે સરકાર, સમાજનો સંયુક્ત પ્રયાસ જરૂરી : મુકુંદજી

વિશાખાપટ્ટનમમાં સંઘ પ્રેરિત 32 સંગઠનોની અખિલ ભારતીય સમન્વય બેઠક સંપન્ન: યુવા શક્તિ, સમરસતા, નશામુક્તિ, પર્યાવરણ અને આત્મનિર્ભર વિકાસ પર મેરેથોન વિચાર વિમર્શ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી…

વિશાખાપટ્ટનમમાં સંઘ પ્રેરિત 32 સંગઠનોની અખિલ ભારતીય સમન્વય બેઠક સંપન્ન: યુવા શક્તિ, સમરસતા, નશામુક્તિ, પર્યાવરણ અને આત્મનિર્ભર વિકાસ પર મેરેથોન વિચાર વિમર્શ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રેરિત વિવિધ સંગઠનોની ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક આજે વિશાખાપટ્ટનમ નજીક વિજ્ઞાન વિહાર નિવાસી વિદ્યાલય પરિસર, ગુડિલોવા ખાતે સંપન્ન થઈ. સમાજ અને રાષ્ટ્ર માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સંઘ પ્રેરિત સંગઠનોના મુખ્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક માટે કુલ 326 પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ સંગઠનોનું મહિલા નેતૃત્વ પણ સામેલ હતું. 49 મહિલા પ્રતિનિધિઓએ ત્રણ દિવસીય બેઠકમાં સહભાગિતા કરી હતી. બેઠકમાં સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત તથા સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે જ સંઘ પ્રેરિત વિવિધ સંગઠનોના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય કાર્યકર્તાઓ અને નેતૃત્વએ બેઠકમાં ભાગ લીધો હતો.

ત્રણ દિવસ દરમિયાન દેશ અને સમાજની વર્તમાન પરિસ્થિતિઓ, વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો, તેમના અનુભવો, ભવિષ્યના પડકારો અને આગામી કાર્યયોજના પર વિગતવાર વિચાર-વિમર્શ થયો હતો. બેઠક અંગે પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ સી.આર. મુકુંદએ જણાવ્યું કે કુદરતી આફતોના સમયે સમાજ આધારિત સેવા અને પુનર્વસન કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આસામમાં આવેલા ભયાનક પૂર દરમિયાન રાષ્ટ્રીય સેવા ભારતી, ભારતીય કિસાન સંઘ, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન (ગખઘ), આરોગ્ય ભારતી સહિત વિવિધ સંગઠનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા રાહત અને પુનર્વસન કાર્યોની માહિતી શેર કરવામાં આવી હતી.

સંત રવિદાસજીની 650મી જન્મજયંતીના સંદર્ભમાં તેમના સંદેશના આધારે સામાજિક સમરસતા અને સામાજિક સૌહાર્દ માટે દેશભરમાં કરવામાં આવેલા કાર્યક્રમો અને સમાજ તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદની સમીક્ષા કરવામાં આવી હતી. આ દિશામાં આગળ પણ કાર્યને સતત વધારવા પર વિચાર થયો હતો. તેમણે કહ્યું કે બેઠકમાં જનસાંખ્યિકીય પરિવર્તન અને અસંતુલન પર પણ ગંભીર ચર્ચા થઈ હતી. વિશ્વના અનેક દેશોમાં વૃદ્ધ થતી વસ્તી અને ઘટતા પ્રજનન દરથી ઉભા થયેલા પડકારોના સંદર્ભમાં ભારતની પરિસ્થિતિઓ પર વિચાર કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રો અને સમુદાયોમાં વસ્તીના પ્રમાણમાં થઈ રહેલા ફેરફારો અને તેની સામાજિક અસરો પર ચર્ચા કરતા સમાજમાં સંતુલન અને સૌહાર્દ જાળવી રાખવાના ઉપાયો પર વિચાર થયો હતો.

સંઘ પ્રેરિત 32 સંગઠનો દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા કાર્યોના વિસ્તરણ પર પણ ચર્ચા થઈ હતી. રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ અને સમાજ કેન્દ્રિત ચિંતનને સમાજના વધુમાં વધુ ક્ષેત્રો સુધી પહોંચાડવા અને સંગઠનાત્મક કાર્યનો વિસ્તાર કરવા માટે આગામી વર્ષની યોજનાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો. સહ સરકાર્યવાહ મુકુંદજીએ પત્રકારોના પ્રશ્નોના જવાબ જણાવ્યુ હતુ કે, આ વિષયને માત્ર ભ્રષ્ટાચાર સુધી મર્યાદિત રાખીને જોવામાં આવ્યો નથી. વ્યવસ્થામાં જ્યાં જ્યાં ખામીઓ છે, તેને સુધારવા માટે સરકારની સાથે સાથે સમાજની જાગૃતિ પણ જરૂૂરી છે.

NEET જેવા વિષયો હોય કે અન્ય વ્યવસ્થાગત સમસ્યાઓ, તેના કારણે યુવાનોમાં તેમના ભવિષ્યને લઈને ચિંતા પેદા થાય છે. આ ચિંતાને સમજવી અને તેનો ઉકેલ લાવવો જરૂૂરી છે. માત્ર વિરોધ કે વિક્ષેપથી ઉકેલ આવશે નહીં. સકારાત્મક અને સર્જનાત્મક દ્રષ્ટિથી વ્યવસ્થામાં સુધાર માટે સરકાર અને સમાજબંનેએ મળીને પ્રયાસ કરવો જોઈએ. આ પત્રકાર પરિષદમાં સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર, અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુર, પ્રદીપ જોશી સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

યુવાનોની આકાંક્ષાઓ અને ચિંતાઓ પર વિશેષ ચર્ચા
યુવા પેઢીની વિચારસરણી, આકાંક્ષાઓ, સર્જનાત્મક ક્ષમતા, ભવિષ્ય સંબંધી ચિંતાઓ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા પર વિગતવાર વિચાર થયો હતો. સંઘનું કાર્ય મોટી સંખ્યામાં યુવાનો વચ્ચે ચાલી રહ્યું છે. આ વર્ષે સંઘના 21 દિવસીય તાલીમ વર્ગોમાં લગભગ 21,000 યુવા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. દેશભરની દૈનિક શાખાઓમાં ઉપસ્થિત સ્વયંસેવકોમાં 60 ટકાથી વધુ યુવાનો છે. યુવાનો સાથે માત્ર ઉપદેશાત્મક સંવાદને બદલે તેમની સાથે પ્રત્યક્ષ જોડાણ, તેમની લાગણીઓ અને ચિંતાઓને સમજવી અને સંવાદ દ્વારા દેશ, સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યો પ્રત્યે આત્મીયતા કેળવવી આવશ્યક ગણાવ્યું હતું.

નશામુક્ત સમાજ માટે વ્યાપક સામાજિક પ્રયાસ
દેશમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સુધી માદક પદાર્થોની વધતી પહોંચ પર બેઠકમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમસ્યાને માત્ર સરકાર કે પોલીસના સ્તરે નહીં, પરંતુ સમગ્ર સમાજની સહભાગિતાથી ઉકેલવાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. શિક્ષણ સંસ્થાઓ, વાલીઓ, સામાજિક સંગઠનો, વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય સંબંધિત પક્ષોને સાથે લઈને નશામુક્ત સમાજ માટે સમન્વિત પ્રયાસો કરવાની જરૂૂરિયાત પર ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *