જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવા માટે સરકાર દ્વારા પ્રોજેકટ ના વિરોધમાં આજ રોજ પોરબંદરની સામાજિક સંસ્થાઓ તથા વિવિધ સમાજો દ્વારા આ પ્રોજેકટની અનોખી અંતિમયાત્રા કાઢી હતી.
રાજય સરકાર દ્વારા જેતપુર ના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદર દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ પોરબંદર વાસીઓ કરી રહ્યા છે.
પોરબંદર શહેરમાં સેવ પોરબંદર સી સહિતની સામાજિક સંસ્થાઓ તથા વિવિધ સમજો દ્વારા આ પ્રોજેક્ટના વિરોધ માં આજ રોજ બાઈકરેલી યોજી આ પ્રોજેકટની અનોખી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
પોરબંદરમાં મોટી સનખ્યામાં માછીમાર સમાજ વસવાટ કરે છે.માછીમારો દરિયા માંથી પોતાની ગુજરાન ચલાવી રહ્યા છે.જો જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તો માછીમારો ને મોટી નુકસાની થશે.માછીમારો ને ડીપ સી માં માછીમારી કરવા જવું પડશે,સારી કોલેટીની માછલીઓ મળવી મુશ્કેલ છે.આ બધી સમસ્યાને કારણે પોરબંદરનો માછીમાર સમાજ પણ આ પ્રોજેકટ નો વિરોધ કરી રહ્યા છે.
બીજી તરફ પોરબંદર આ પ્રોજેકટ ના વિરોધમાં પોરબંદર શહેર ના ડોક્ટરો,ઇનજીનીયર, વકીલો,સહિત ના મહાનુભાવો જોડાયા હતા.ત્યારે આ પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે તો પોરબંદર વાસીઓ ચામડીના રોગો થી પીડાશે અને લોકો ને અનેક બીમારીઓનો સામનો કરવો પડશે.
યુવાનો,વૃદ્ધોની સાથે નાના બાળકો પણ આ પ્રોજેક્ટના વિરોધ માં જોડાયા હતા.નાની બાળકી ધન્યતા ગોકણી દ્વારા વડાપ્રધાન ને સંબોધી નાનકડો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી આ પ્રોજેકટ નો વિરોધ કર્યો હતો. આજ રોજ યોજાયેલા અંતિમયાત્રાના આ કાર્યક્રમમાં સ્વયંભૂ પોરબંદરવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.અને આ પ્રોજેકટ રદ કરવા માંગ કરી હતી.
