GI રજિસ્ટ્રી દ્વારા ગુજરાતના જસદણ પટારીની પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટે GI નોંધણી માટે મંજૂરી આપવામાં આવી છે, જે રાજકોટ જિલ્લાના જસદણ બ્લોકના કારીગરો માટે એક મહત્વપૂર્ણ સીમાચિન્હ છે. પેઢીઓથી પ્રચલિત, અનોખી હસ્તકલા ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત કારીગરીનો પુરાવો છે.
જસદણ પટારીની પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટે GI નોંધણી માટે મંજૂરી છે. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ (નાબાર્ડ) એતેની ગ્રામ્ય વિકાસ નિધિ (GVN) હેઠળ GI નોંધણી મેળવવા અનુદાન સહાય દ્વારા ટેકો આપ્યો છે .આ સહાય GI ઉત્પાદન માટે જાગૃતિ પેદા કરવા,દસ્તાવેજીકરણ અને GI અરજી પ્રક્રિયા માટે પૂરી પાડવામાં આવી છે.
આ પહેલા ગુજરાતમાં બે અન્ય ઉત્પાદનો કચ્છમાં 2021-22 માં અમલમાં મુકાયેલ અજરખ બ્લોક પ્રિન્ટ (2021-22 માં મંજૂર ) અને અમલસાડ ચીકુ (નવસારી) (2021-22 માં મંજૂર) માટે આ સહાય આપવા માં આવી હતી. આ બંનેની GI નોંધણી જે બંનેએ સફળતાપૂર્વક પૂરી થઈ ચૂકી છે.
GI ઝફલ મળવાથી હસ્તકલા ઉત્પાદકો ને નકલ સામે હસ્તકલાને કાનૂની રક્ષણ પૂરું પાડે છે, તેના બજારને વધારે છે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાટે વધુ સારી તકો ઉભી કરે છે. કૃષિ ઉત્પાદનોના કિસ્સામાં તે ખેડૂતો માટે બજાર જોડાણોને મજબૂત પણ બનાવે છે. આ ઓળખાણ પરંપરાગત જ્ઞાન ને આગળ વધારવા માં મદદરૂૂપ થશે .સાથે સક્રિય ગ્રામીણ આજીવિકાને જાળવવામાં અને યુવા કારીગર સમુદાયોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
