જંગલેશ્વર કટકીકાંડ: મેયર, કમિશનર, શહેર ભાજપના હોદ્દેદારોને સરકારનું તેડું

ગુજરાત સરકાર હાલ બે વિવાદી ડિમોલિશનના પાંજરે બરોબર ફસાઇ ચુકી છે. એકબાજુ સુરતના ડિમોલિશનમાં સરકાર પુરેપુરી રીતે ઘેરાઇ ચુકી છે અને આ આ સળગતા પ્રકરણ…

ગુજરાત સરકાર હાલ બે વિવાદી ડિમોલિશનના પાંજરે બરોબર ફસાઇ ચુકી છે. એકબાજુ સુરતના ડિમોલિશનમાં સરકાર પુરેપુરી રીતે ઘેરાઇ ચુકી છે અને આ આ સળગતા પ્રકરણ વચ્ચે હવે રાજકોટના ડિમોલિશનના કટકીકાંડમાં પાર્ટીની આબરૂૂ ધુળધાણી થતા જ સરકારમાં તેના જબરા પ્રત્યાઘાત પડ્યા છે. ગઇકાલે જ સરકારે જંગલેશ્વર ડિમોલિશનની અત-થી-ઇતિ સુધીનો અહેવાલ મોકલવા હુકમ કર્યો હતો.

દરમિયાન મેયર સહિતના પદાધિકારીઓ અને શહેર ભાજપના હોદેદારોને મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીએ રૂૂબરૂૂ ગાંધીનગર હાજર થવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. આજે આ તમામ ગાંધીનગર પહોંચ્યા છે. જો કે કારણ એવુ અપાયુ છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને લગતો સેમીનાર હોય તેના માટે ગયા છે. પણ વિશ્સનીય સુત્રોનું એવુ સચોટ કહેવુ છે કે, જંગલેશ્વર ડિમોલિશનના વિવાદ મામલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ અને ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી જંગલેશ્વર ડિમોલિશન મામલે ઉલટ તપાસ કરશે.

જંગલેશ્વર ડિમોલિશન મ્યુનિ.કમિશનર, મેયર સહિતના શાસકો અને શહેર ભાજપના હોદેદારો બધા માટે ગળામા ફસાયેલુ હાડકુ બની ગયુ છે. રોજ નવા નવા લાખેણા ખર્ચાઓનો કડદો બહાર આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ખર્ચનો કુલ આંકડો સવા ત્રણ કરોડને આંબી ગયો છે. તેમાથી લાખો રૂૂપિયાની કટકી થઇ હોવાના શંકા સાથેના કેટલાક ઠોંસ દસ્તાવેજી પુરાવાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. મનપાની નવી બોડીના કાર્યકાળની શરૂૂઆતમાં જ પાર્ટીની આબરૂૂને બટ્ટો લાગે તેવી કાળી ટીલી સમાન પ્રકરણ બન્યુ છે.

જેનો સીધો રેલો સરકારને પણ આવ્યો છે. સરકાર હાલ બે બાજુથી ઘેરાઇ ગઇ છે. સુરત ડિમોલિશનના છાંટા હજુ ધોવાયા નથી ત્યા હવે રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનના કટકીકાંડથી પાર્ટીને કાળો ડાઘ લાગ્યો છે.મનપાની 15 સમિતિના ચેરમેનોએ ગઇકાલે પદગ્રહણ કર્યુ એ જ દિવસે રાજકોટનુ આખુ મીડિયા જગત મેયર ડો.નેહલ શુક્લ પર જંગલેશ્વર ડિમોલિશનના કટકીકાંડને લઇને તૂટી પડ્યુ હતુ. એકપછી એક સવાલોના ઘેરાવા વચ્ચે મેયર ડો.નેહલ શુક્લ બરોબરના ઘેરાઇ ગયા હતા. અમુક સવાલના તો જવાબ આપી શકે તેવી હાલતમાં પણ ન હતા. આ કટકીકાંડે મનપાની નવી બોડીની આબરૂૂ ધુળધાણી કરી નાખી હોય મામલો છેક સરકાર સુધી પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *