જામનગર-વડોદરા ઇન્ટરસિટી સોમવારે રદ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓના અપગ્રેડેશન અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના હેતુથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુરઅમદાવાદ રેલવે સેક્શન પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા…

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓના અપગ્રેડેશન અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના હેતુથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુરઅમદાવાદ રેલવે સેક્શન પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂૂરી કામગીરી કરવાનું પ્રસ્તાવિત છે. આ કામગીરી માટે તારીખ 13 એપ્રિલ, 2026 ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રાફિક બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન સાથે સંબંધિત ટ્રેનો પ્રભાવિત રહેશે. જેમાં ટ્રેન નંબર 22959 વડોદરા જામનગર ઇન્ટરસિટી: તારીખ 12ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 22960 જામનગર વડોદરા ઇન્ટરસિટી: તારીખ 13ના રોજ રદ રહેશે. માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર 12478 માતા વૈષ્ણો દેવી કટરા જામનગર એક્સપ્રેસ તારીખ 13.04.2026 ના રોજ વડોદરા ડિવિઝનમાં 1 કલાક 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *