જામનગર-વડોદરા ઇન્ટરસિટી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે આવતીકાલે રદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુરઅમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે…

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુરઅમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂૂરી કામગીરી કરવાનું આયોજન છે. આ કામગીરી માટે તારીખ 08 એપ્રિલ, 2026 ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રાફિક બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન સાથે સંબંધિત નીચે મુજબની ટ્રેનો પ્રભાવિત થશે.

રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 22959 વડોદરાજામનગર ઈન્ટરસિટી: તારીખ 08.04.2026 ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 22960 જામનગરવડોદરા ઈન્ટરસિટી: તારીખ 09.04.2026 ના રોજ રદ રહેશે.

માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર 22718 સિકંદરાબાદરાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ: તારીખ 08.04.2026 ના રોજ વડોદરા ડિવિઝનમાં અંદાજે 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 15636 ગુવાહાટીઓખા એક્સપ્રેસ: તારીખ 08.04.2026 ના રોજ વડોદરા ડિવિઝનમાં અંદાજે 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે. મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે www. enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *