જામનગર સોની ફળીનો વિદ્યાર્થી એકાએક લાપતા

  જામનગરમાં હવાઈ ચોક નજીક સોની ફળીમાં શિવ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ ગુણવંતરાય ગોપીયાણીનો 19 વર્ષની વય પુત્ર સુજલ કે જે ધોરણ 12માં અભ્યાસ કરે છે,…

 

જામનગરમાં હવાઈ ચોક નજીક સોની ફળીમાં શિવ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ ગુણવંતરાય ગોપીયાણીનો 19 વર્ષની વય પુત્ર સુજલ કે જે ધોરણ 12માં અભ્યાસ કરે છે, જે પોતાના ઘેરથી કોઈને જાણ કર્યા વગર એકાએક નીકળી ગયો હતો, અને તેનો ક્યાંય પતો સાંપડ્યો ન હતો. પરિવારજનો દ્વારા સગા સંબંધીઓ અને અન્ય કુટુંબીજનો, મિત્રવર્તુળને ત્યાં શોધખોળ કર્યા છતાં પણ તેની કોઈ જાણકારી નહીં મળતાં આખરે બીનાબેન રવિભાઈએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી છે. જેને પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ આર પરમાર શોધી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *