જામનગર: વોર્ડ નંબર 12માં ખાડા મુદ્દે વિરોધ પક્ષનો આશ્ર્ચર્ય જનક કાર્યક્રમ

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં અનેક સ્થળે ખાડા થઈ ગયા છે, અને રોડની હાલત અત્યંત ખરાબ છે, ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના વિરોધ પક્ષના કોર્પોરેટર…

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં અનેક સ્થળે ખાડા થઈ ગયા છે, અને રોડની હાલત અત્યંત ખરાબ છે, ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના વિરોધ પક્ષના કોર્પોરેટર અસલમ ખીલજી તથા જેનબબેન ખફી વગેરે દ્વારા નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને તંત્રની જગાડવા માટેનો પ્રયાસ કરાયો હતો. વોર્ડ નંબર 12માં જ્યાં મોટા ખાડા પડેલા છે, તે રોડ રસ્તા પર જ જાહેરમાં ખાડા નગર નામની કેકનું કટીંગ કરવામાં આવ્યું હતું.

જ્યાં નાગરિકોને એકત્ર કરાયા હતા, અને કેક કાપીને કટાક્ષના સ્વરૂૂપમાં તેનું કટીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રોડની વચ્ચે જ્યાં મોટા ખાડા પડેલા છે, ત્યાં જાહેરમાં પાટા પીડી કરવામાં આવી હતી, અને રોડને થિગડા મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તંત્ર જાગૃત બને અને આ વિસ્તારના રોડ રસ્તાને સરખા બનાવે, તે મુદ્દે વિરોધ દર્શાવવાની સાથે મરામતની માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *