જામનગર નગરપાલિકા ચૂંટણી: ભાજપની મનોમંથન યાદી વિલંબમાં

જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ મનોમંથન યોજાયું છે. મળતી માહિતી…

જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ મનોમંથન યોજાયું છે.

મળતી માહિતી મુજબ જામનગર ભાજપની ટીમ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ છે. જામનગર શહેરના બંને ધારાસભ્યો એવા શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉપરાંત જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, ત્રણેય મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર ઉપરાંત અન્ય અગ્રણીઓ વગેરે ભાજપના મુખ્ય કાર્યાલય પર પાર્લામેન્ટરી બોર્ડમાં હાજરી આપવા પહોંચ્યા છે, અને રાત્રિના દસ વાગ્યે જામનગર શહેરની 64 બેઠકો અંગે મનોમંથન કરવામાં આવશે, ત્યાર બાદ સંભવિત રાત્રે જાહેરાત થઈ જશે. જ્યાં ઉમેદવારોના નામોને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરની કુલ 64 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને આજે રાત્રે લગભગ 10 વાગ્યા બાદ ભાજપ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી શકે છે.

ચૂંટણી પહેલા ઉમેદવારોની જાહેરાતને લઈને કાર્યકરો તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વિવિધ વોર્ડોમાં ટિકિટ માટે દાવેદારો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોવાના કારણે પાર્ટી દ્વારા ખૂબ જ વિચારવિમર્શ બાદ અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.

આજની બેઠક બાદ સ્પષ્ટતા થશે કે કયા ઉમેદવારોને ભાજપ તરફથી તક મળશે અને કયા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. ઉપરાંત ક્યા મોટા માથાઓ ની ટિકિટ કટ થઈ રહી છે, તે અંગે શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

જામનગર મહાનગર પાલિકામાં 14, જિલ્લા પંચાયતમાં 9, તાલુકા પંચાયતમાં 26 અને સિક્કા ન.પા.માં 7 ફોર્મ ભરાયા
જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ઉપરાંત જીલ્લા પંચાયત ની 24, તથા 6 તાલુકા પંચાયતો ની 112 અને સિક્કા નગરપાલિકા ની 28 બેઠકો માટે ગઇકાલે ગુરુવારને ચોથા દિવસે અનેક ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જામનગર મહાનગરપાલિકા ના 16 વોર્ડ ની 64 બેઠકો માટે ની સામાન્ય ચૂંટણીમાં ચોથા દિવસે કુલ 14 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જેમાં કોંગ્રેસ ,આપ સહિત ના ઉમેદવારો નો સમાવેશ થાય છે. જ્યારે જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ની ચૂંટણી અન્વયે ગઈકાલે ચોથા દિવસે 9 ઉમેદવારી પત્ર ભરાયા હતા, જ્યારે અગાઉ 1 મળી આજ સુધી માં કુલ 10 ફોર્મ રજૂ થયા છે. તેમજ જિલ્લા ની છ તાલુકા પંચાયત ની 112 બેઠકો ની ચૂંટણી માટે અગાઉ 26 અને ગઈકાલે 3 મળી કુલ 29 ઉમેદવારો એ પોતા ની ઉમેદવારી નોંધાવી છે. ઉપરાંત સિક્કા નગરપાલિકાની 28 બેઠકની ચૂંટણી માટે ગઈકાલે 7 ફોર્મ ભરાયા છે, જ્યારે અગાઉ 1 ફોર્મ રજૂ થતા અત્યાર સુધી માં કુલ 10 ઉમેદવારીઓ એ ફોર્મ ભર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *