જામનગર મનપાનું 1854 કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજૂર

જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સામાન્ય સભામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા રૂૂમ. 18પ4.10 કરોડ ના ખર્ચ નું અંદાજપત્ર રજૂ કરવા માં આવ્યા પછી તે અંગે…

જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સામાન્ય સભામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા રૂૂમ. 18પ4.10 કરોડ ના ખર્ચ નું અંદાજપત્ર રજૂ કરવા માં આવ્યા પછી તે અંગે વિપક્ષે ચર્ચા માં ભાગ લીધો હતો.અને આખરે વિપક્ષ ના વિરોધ સાથે મંજૂરી અપાઈ હતી. આ અંદાજપત્રમાં અનેક વિકાસ કાર્યો દોહરાવવામાં આવ્યા હતાં. તે બાબતે જોરદાર રજૂઆતો થઈ હતી. સામાન્ય સભા મોડે સુધી ચાલુ રહેવા પામી હતી. મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે સવારે 11 વાગ્યે મેયર વિનોદ ખીમસૂર્યા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કોર્પોરેટરો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન. મોદી સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા દ્વારા વર્ષ-ર0ર6-ર7 નું વાર્ષિક રૂૂ. 18પ4.10 કરોડ ના ખર્ચ નું અંદાજપત્ર રજૂ કર્યુ હતું. જેમાં ઉઘડતી પુરાંત રૂૂ. 37ર.7ર કરોડ, વર્ષ દરમિયાન આવક રૂૂ. 1761.81 કરોડ મળી કુલ રૂૂ. ર134.પ3 કરોડ અને વર્ષ દરમિયાન રૂૂ. 18પ4.10 કરોડ નો ખર્ચ અને બંધ પુરાંત રૂૂ. ર80.43 કરોડ ની દર્શાવાઈ છે.

આ બેઠકમાં ચાલુ વર્ષમાં થયેલા વિકાસ કાર્યો અને આગામી વર્ષ નું ચિત્ર ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ડી.આઈ. પાઈપ લાઈન ના રૂૂ. 1ર કરોડ ના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, શંકર ટેકરી નો જુનો જર્જરિત પમ્પ ડીસ્મેન્ટલ કરી રૂૂ. . 1 કરોડ ના ખર્ચે નવો સમ્પ બનાવવા નું આયોજન છે. નાઘેડી માં 30 એમએલડીની ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ અને આનુસંગિક કામગીરી પ્રગતિમાં છે અને 6પ ટકા કામ પૂર્ણ થયું છે. શહેર માં અનેક સ્થળો એ સેન્ટ્રલ લાઈટીંગનું કામ મંજુર થયું છે. ટાઉનહોલ માટે એક કરોડ રૂૂપિયા ના ખર્ચ થી નવું ડીજી સેટ ખરીદવા માં આવ્યું છે. સફાઈ કામગીરી માટે અનેક નવા સાધનો ખરીદવામાં આવ્યા છે.

રૂૂ. 6.16 કરોડના ખર્ચે મૃત પશુના નિકાલ માટે ના કામ નું આયોજન પણ થયું છે. રૂૂ. 4.09 કરોડના ખર્ચે શ્વાન ના ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. રૂૂ. 3.69 કરોડ ના ખર્ચે એનિમલ. બર્થ કંટ્રોલ સેન્ટર નું કામ હાલ પ્રગતિમાં છે. નાઘેડી માં રૂૂ. 9.48 કરોડ ના ખર્ચે ગૌ શાળાનું કામ પ્રગતિ મા છે. રૂૂ. ર3.8પ કરોડ ના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નું કામ પણ પ્રગતિ હેઠળ છે. રૂૂ.. 13.6પ કરોડ ના ખર્ચે હેરીટેઈજ ચેઈનના કામો પ્રગતિ હેઠળ છે. આઉટ ગ્રોથ ની ગ્રાન્ટ અન્વયે રૂૂ. 1ર7 કરોડના 106 કામો પ્રગતિ હેઠળ છે.

ફૂડ ટેસ્ટીંગ લેબનું કામ પૂર્ણ થયું છે. મલ્ટી પર્પઝ ઓડીટોરિયમ, બે પાર્ટી પ્લોટનો વિકાસ, ઓક્ટીન પાર્ક, ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડના કામો પણ આયોજીત કરાયા છે. ઉપરાંત નદી ઉપર વીજ, ફ્લાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ બનાવવા આયોજન થયું છે. વર્ષ ર0ર6 ના અંતમાં શહેરમાં દૈનિક ધોરણે પાણી વિતરણ કરવામાં આવનાર છે. હાલે છ ઝોન માં દૈનિક ધોરણે પાણી વિતરણ થઈ રહ્યું છે. ભૂગર્ભ ગટર માટે 183 કરોડ રૂૂપિયાના કામોનું આયોજન છે. ઉપરાંત લાઈટ શાખા, ફાયર શાખા હસ્તક અનેક વિકાસ કામો આયોજીત થયા છે. તથા રિજિયોનલ ક્ધવેશનલ સેન્ટર, ઈ-લાયબ્રેરીના કામો આયોજીત થયા છે. રૂૂમ. ર19.30 કરોડના ખર્ચે 1600 આવાસો બનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જુની પદ્ધતિ મુજબ વ્યાજમાફી યોજના અમલમાં મૂકવા નિર્ણય લેવાયો હતો.

વિપક્ષે સવાલો ઉઠાવ્યા
આ પછી ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના જેનબબેન ખફીએ સૂચન કર્યું હતું કે, સૂચનો ધ્યાનમાં લીધા પછી બજેટને મંજુરી આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, એપ્રિલથી નવેમ્બર સુધી સ્લમનો કોઈ ખર્ચ કેમ થયો નહીં ? તે અંગે ચિફ એકાઉન્ટ ઓફિસરે જવાબ આપ્યો હતો. આ ઉપરાંત જેનબબેન ખફીએ ઓડીટ શાખા અંગે પ્રશ્ન ઊઠાવ્યો હતો કે છેલ્લે ક્યારે ઓડીટ થયું? તેવો સવાલ ઊઠાવ્યો હતો. તેના જવાબમાં જણાવાયું હતું કે દરેક કામનું પ્રિ-ઓડીટ કરવામાં આવે જ છે. સ્લમ માં વધારે કામ કરવા જોઈએ. વિપક્ષના રચનાબેન નંદાણિયાએ જણાવ્યું હતું કે, હાથણી ગામ સુધી બ્રિજ બનાવવામાં આવે અને પ્રાથમિક શાળા બનાવવામાં આવે. આ ઉપરાંત આ ઉપરાંત વિપક્ષના નેતા ધવલ નંદા અને વિપક્ષના કોર્પોરેટરો એ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *