જામનગર મહાનગર પાલિકા કરોડોની દેવાદાર : 1027 કરોડનું દેણું

જામનગર મહાપાલિકા પાસે સરકાર નું 102701.69 લાખ નું લેણું છે વર્ષ પહેલા લીધેલ લોન ના પૈસા ચૂકવાયા નથી પરિણામે મુદ્દલ કરતા વ્યાજ ની ચૂકવણી કરવાની…

જામનગર મહાપાલિકા પાસે સરકાર નું 102701.69 લાખ નું લેણું છે વર્ષ પહેલા લીધેલ લોન ના પૈસા ચૂકવાયા નથી પરિણામે મુદ્દલ કરતા વ્યાજ ની ચૂકવણી કરવાની રકમ મોટી. છે.

જામનગર મહાપાલિકાની લોનની જવાબદારી સામે સરકાર રાહત આપે તો જ કોર્પોરેશન ના માથે થી દેવું ઓછું થાય તેમ છે. હાલ તો ફકત લોન નું વ્યાજ જ 36542.97 લાખે પહોંચી ગયું છે. તે મહાપાલિકાની મોટી જવાબદારી છે. વિવિધ લોનની વાત કરીએ તો અછતની કુલ 264.31 લાખની સામે 1213.15 લાખ વ્યાજ થઇ ચુકયુ છે અને તેની જવાબદારી કુલ 1477.46 લાખ થાય છે.

જયારે ફુલઝર ડેમ 124.69 લાખ સામે વ્યાજ 577.91 લાખ થઇ ગયું છે અને કુલ 702.60 લાખ, નેશનલ સ્લમ ડેવલોપમેન્ટની કુલ લોન 203.95 લાખ જયારે આજી 3 ગુજરાત હાઉસીંગ બોર્ડની 154.75 લાખ લોન સામે 597.80 લાખ વ્યાજ થયુ છે અને કુલ 752.95 લાખ થયું છે. ફિલ્ટર પ્લાન્ટેશન પ્લાન્ટની જવાબદારી 130.76 લાખ થવા જાય છે. આ ઉપરાંત ગુલાબનગર ઇએસઆર 37.16 લાખની જવાબદારી સામે 104.72 લાખ વ્યાજ સહિત કુલ 141.88 લાખની જવાબદારી વધી છે. જયારે ભુગર્ભ ગટર (એલઆઇસી) ની જવાબદારી 45.09ની સામે 98.34 લાખ વ્યાજ અને કુલ 143.43 લાખ થાય છે. ઉંડ ડેમમાં ડિફેન્સમાં 405.81 લાખ સામે ચાર ગણુ 1781.81 લાખ થઇને કુલ 2187.62 લાખ થાય છે.

ખાસ કરીને વિશ્ર્વ બેંકની લોનમાં ઉંડ ડેમમાં 303.73 લાખની સામે 964.34 લાખ અને કુલ 1268 લાખ, વોટર ચાર્જીસનાં 27697.32 લાખ ચુકવવાનાં થાય છે. જયારે પાઇપલાઇનનાં 302 લાખ, પોલ્યુશન ચાર્જીસના 101.27 લાખ, જામનગર સિંચાઇ વિભાગનાં 9556.85 સામે 18636.15લાખ થઇ કુલ 128193 લાખની જવાબદારી કોર્પોરેશન પર છે જયારે રાજકોટ સિંચાઇ વિભાગનાં લેણા 8289.67 લાખ સામે 10627.89 લાખ થઇ કુલ 18917.56 લાખ, ટીપી ડીપી વળતર 171.76 લાખ, અનામત 16094.98 લાખ, અછત લોન 45લાખ, ડિબેન્ચર લોન 188.86 લાખ કુલ રાહત 6.85 લાખ, ફાયર ફાઇટર 477.57 લાખ, વહીવટી ભવન અને વિવેકાનંદ બ્રીજનાં 446.37 લાખ સામે વ્યાજ થઇ કુલ 1397.90 લાખ જયારે સ્લમના 156.14 લાખની જવાબદારી તેમજ નગરવિકાસ સુનિધી યોજનાની જવાબદારી 143.17 લાખની થવા જાય છે.

ખાસ કરીને મહાપાલિકાની લોન અને અન્ય જવાબદારીમાં જોઇએ તો લગભગ અધોઅધ રૂૂપિયાની જવાબદારી પાણી ચાર્જમાં જ જાય છે. ખાસ કરીને નર્મદાનું પાણી ખુબ જ મોંઘુ હોય છે, ઉનાળાનાં સમયમાં તો દરરોજ 40 થી 60 એમએલડી પાણી લેવામાં આવે છે. ત્યારે જો સરકાર આ બાબતે કુણુ વલણ અપનાવે તો જામનગરને ફાયદો થાય અગાઉ પદાધિકારીઓએ પણ નર્મદાનાં પાણીનાં રૂૂપિયા માફ કરવા સરકારમાં રજુઆત કરી છે. જો કે હજુ સુધી વ્યાજ માફી કે નવી ગ્રાન્ટનાં રૂૂપિયા જામનગરને કોર્પોરેશનને આપવાની કોઇ જાહેરાત કરવામાં આવી નથી એટલે કે અત્યારે તો જામનગર કોર્પોરેશન ઉપર રૂૂપિયા 102701.69 લાખની જવાબદારી છે. તે પણ હકીકત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *