જામનગર મહાનગરપાલિકા ચૂંટણી2026ને લઈને કોંગ્રેસ દ્વારા પોતાની પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 18 ઉમેદવારોના નામ જાહેર થતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. જાહેર થયેલી યાદી મુજબ વિવિધ વોર્ડોમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં અનુભવી તેમજ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જાહેર કરાયેલા ઉમેદવારો પૈકી વોર્ડ નં. 2 માં મહીપાલસિંહ અશોકસિંહ જાડેજા, વોર્ડ નં. 3માં ભાવેશભાઈ બાબુભાઈ પરમાર, વોર્ડ નં. 3 માં વિપુલભાઈ ભારદ્વાજ મહેતા, વોર્ડ નં. 4 માં કવિતાબેન મહેશકુમાર ડાભી, રચનાબેન એસ. નંદાણીયા, અને હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં. 5 માં જીતુદાન પ્રતાપદાન ગઢવી, વોર્ડ નં. 12 માં સારાહ એસ. મકવાણા, અને અસલમભાઈ મહમદહુસેન શોરા, વોર્ડ નં. 13 માં શબાનાબેન અસલમભાઈ દરજાદા અને ધવલભાઈ સુરેશભાઈ નંદા, વોર્ડ નં. 15 માં મરીયમબેન કાસમભાઈ સુમરા, મનોજભાઈ પરબતભાઈ ચોવટીયા, અને આનંદ રામજીભાઈ રાઠોડ, વોર્ડ નં. 16 કૃષ્ણાબેન જયેશભાઈ દોમડીયા અને મીતલબેન રાજીવભાઈ વાઘેલા ના નામો જાહેર થયા છે. કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર થતા અન્ય પક્ષોમાં પણ ચહલપહલ વધવાની શક્યતા છે. આવનારા દિવસોમાં વધુ ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામનગર મનપા ચૂંટણી, કોંગ્રેસની પહેલી યાદીમાં 18 ઉમેદવારો જાહેર
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી2026ને લઈને કોંગ્રેસ દ્વારા પોતાની પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 18 ઉમેદવારોના નામ જાહેર થતા રાજકીય વાતાવરણ ગરમાયું…
