જામનગર મેયર ઈલેવનનો સુરત મેયર ઈલેવન સામે ઝળહળતો વિજય

જામનગર ગુજરાત રાજ્ય ની દરેક મહાનગરપાલિકાની મેયર ઈલેવન તથા કમિશ્નર ઈલેવનની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાત રાજ્યના…

જામનગર ગુજરાત રાજ્ય ની દરેક મહાનગરપાલિકાની મેયર ઈલેવન તથા કમિશ્નર ઈલેવનની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કરાવવામાં આવ્યો.

જામનગરની મેયર ઈલેવન તથા સુરત મેયર ઈલેવન વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો. જેમાં પ્રથમ ઈનિંગમાં જામનગર મેયર ઈલેવન દ્વારા કુલ 174 રન કરવામાં આવ્યા હતા. જેમાં ધવલભાઈ નંદા (55 રન), કેતનભાઈ નાખવા (46 રન), જયરાજસિંહ જાડેજા (13 રન), તથા અલ્તાફભાઈ ખફિએ 11 રન બનાવ્યા હતા.

જેની સામે સુરત મેયર ઈલેવન 83 રનમાં ઓલઆઉટ થઇ હતી. જેમાં જામનગર મેયર ઈલેવન દ્વારા બોલીંગમાં જયરાજસિંહ જાડેજા 3 વિકેટ, તપનભાઈ પરમાર 3 વિકેટ, જીતેશભાઇ શિંગાળા 2 વિકેટ, અને દિવ્યેશભાઈ અકબરી તથા આનંદભાઈ રાઠોડ 1-1 વિકેટ મેળવી સુરત મેયર ઈલેવન સામે 91 રનથી વિજય મેળવ્યો હતો. .આ મેચમાં મેન ઓફ થી મેચ જયરાજસિંહ જાડેજા ને જાહેર કરવામાં આવ્યા.

જામનગર મેયર ઇલેવનમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા તથા ટીમના મેનેજર અને માન ચેરમેન સ્ટે.કમિટી નીલેશભાઈ કગથરા, કેતનભાઈ નાખવા (કેપ્ટન), આનંદભાઈ રાઠોડ(વાઈસ કેપ્ટન),ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, આશિષભાઈ જોષી, ગોપાલભાઈ સોરઠીયા, ધર્મરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, મનીષભાઈ કટારીયા, જીતેશભાઈ શિંગાળા, તપનભાઈ પરમાર, પાર્થભાઈ કોટડીયા, પાર્થભાઈ જેઠવા, ધવલભાઈ નંદા. અલ્તાફભાઈ ખફી, રાહુલભાઈ બોરીચા વગેરે જામનગર મેયર ઈલેવન ટીમના પ્લેયર તરીકે જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *