અજમેર શરીફ દરગાહની જગ્યાએ શિવ મંદિર હોવાના દાવાને લઈ હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને જેહાદી તત્વો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓના પગલે ગુજરાત હિંદુ સેના પણ ચિંતિત બની છે. ગુજરાત હિંદુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વિષ્ણુ ગુપ્તાની સુરક્ષા વધારવા રજૂઆત કરી છે.
વિષ્ણુ ગુપ્તા મથુરા, કાશી અને અજમેરના કેસમાં પક્ષકાર હોવાથી તેમને વારંવાર ધમકીઓ મળી રહી છે. અગાઉ પણ તેમના પર હુમલા થયા છે અને દિલ્હી પોલીસે તેમને સવારથી સાંજ સુધીની સુરક્ષા પૂરી પાડી છે. પરંતુ આ સુરક્ષા ફક્ત દિલ્હી પૂરતી મર્યાદિત છે. વિષ્ણુ ગુપ્તાને અન્ય રાજ્યોમાં જવાનું પડતું હોય છે, જેથી તેમની સુરક્ષા વધારવાની જરૂૂર છે.
ગુજરાત હિંદુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટે જણાવ્યું છે કે, અજમેર કેસને લઈ મળતી ધમકીઓના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાત હિંદુ સેના જેહાદીઓના ઘુંટણીએ નહીં પડે અને ઈંટોનો જવાબ પથ્થરથી દેવાની તૈયારીમાં છે.