જામનગર જિલ્લા પોલીસ દ્વારા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તત્ત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવ

શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 1571 શખ્સોના ‘ખબર અંતર’ પુછયા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા સમગ્ર જિલ્લામાં ગુનેગારો ઉપર અંકુશ રાખવા માટે પ્રતિદિન…

શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 1571 શખ્સોના ‘ખબર અંતર’ પુછયા

જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા સમગ્ર જિલ્લામાં ગુનેગારો ઉપર અંકુશ રાખવા માટે પ્રતિદિન વિવિધ ડ્રાઇવ યોજવામા આવે છે જેના ભાગરૂૂપે ગઈકાલે શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવતા શખ્સો સામે પણ એક્શન લેવામા આવ્યા હતા અને સમગ્ર જિલ્લામાં કુલ 1571 વ્યક્તિ ના એ અને બી ફોર્મ ભરીને તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા આઈ.પી.એસ. અધિકારી પ્રતિભા દ્વારા જામનગર જીલ્લામા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા શંકાસ્પદ અજાણ્યા ઇસમો તથા ખરાબ ચાલ ચલગત વાળા દેખેરેખ હેઠળના ઇસમો તથા બહારના જીલ્લા/રાજય ના શંકાસ્પદ ચાલ ચલગત વાળા ઇસમોની પ્રવૃતિ ઉપર દેખરેખ રાખવા માટે ગઈકાલે તા.10.09.2025 ના રોજ સ્પેશ્યલ ડ્રાઇવ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *