પ્રમુખ તરીકે નગરના વોર્ડ નંબર 5 ના નગરસેવક અને પૂર્વ મેયર બીનાબેન કોઠારીની વરણી કરી આશ્ર્ચર્ય સર્જતું મોવડી મંડળ
જામનગર શહેર ભાજપના પ્રમુખ પદ માટે પ્રદેશ ભાજપ દ્વારા ફરી આશ્ચર્યચકિત કરાયા છે, રાજ્યમાં 51 પ્રમુખ ઉમેદવારો માં ફક્ત એક જ મહિલા ઉમેદવાર ની પસંદગી કરવામાં આવી છે, ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજે રાજ્યમાં વિવિધ જિલ્લા ના પક્ષ ના પ્રમુખો.ની વરણીઓ કરવામાં આવી હતી.જેમાં જામનગર ના શહેર ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ મેયર એવા બીનાબેન કોઠારી ની વરણી કરવા આવી છે. અને પ્રદેશ ભાજપે આજે તમામને ચોંકાવી દીધા છે, ઉપરાંત મહિલા દિવસ ની ઉજવણી પહેલાં જામનગરને એક નવા મહિલા શહેર અધ્યક્ષ તરીકેની ભેટ આપી છે.
જામનગર શહેર ભાજપ કાર્યાલય માં આજે પક્ષ ના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો, કાર્યકર્તાઓ ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના અધ્યક્ષ તરીકે બીનાબેન કોઠારી ના નામની જાહેરાત ચૂંટણી ક્લસ્ટર બાબુભાઈ જેબલિયા દ્વારા કરવામાં આવી હતી.
આ વેળાએ ચૂંટણી ક્લસ્ટર ઈનચાર્જ બાબુભાઈ જેબલિયા, ચૂંટણી ઈનચાર્જ જાનકીબેન આચાર્ય, સંગઠન મંત્રી પલ્લવીબેન ઠાકર, રાજુભાઈ ધારેયા, વિમલભાઈ કગથરા, મેયર વિનોદ ખીમસુરીયા, મહામંત્રી.પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટુ વગેરે ઉપસ્થિતિ રહ્યાં હતા.
નવનિયુક્ત શહેર. ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી એ જણાવ્યું હતું કે પક્ષ ના તમામ લોકો ને સાથે લઈ ને તેઓ પાર્ટી ને વધુ મજબૂત બનાવવા કામગીરી કરશે. ઉપસ્થિત તમામે નવ નિયુક્ત પ્રમુખ ને મોઢા મીઠા કરાવી, ફૂલ ના હાર પહેરાવી ને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કાર્યકર્તાઓ દ્વારા ભાજપ કાર્યાલય પાસે ફટાકડા ફોડી ને આ નિયુક્તિ ને વધાવવામાં આવી હતી.
જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડો.વિનોદભાઈ ભંડેરી
ગુજરાત રાજ્ય મા આજે ભાજપ દ્વારા સંગઠન માળખા માં પ્રમુખ ની નિમણૂકોની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં આજે જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડો. વિનોદભાઈ ભંડેરી ના નામ ની જાહેરાત કરવામાં આવી હતી.જિલ્લા ભાજપ કાર્યાલાય અટલ ભવનમાં જિલ્લા ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેેશ ભાજપ નિયુક્ત કલસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા, પ્રદેશ નિયુક્ત જિલ્લા ચૂંટણી અધિકારી એચ.એમ. પટેલ, સહ-ચૂંટણી અધિકારી નરેશ દેસાઈ ની ઉપસ્થિતિ માં જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે ડો. વિનુભાઈ ભંડેરી ના નામની જાહેરાત કરવામાં આવી હતી.આ પ્રસંગે જિ.પં. પ્રમુખ મૈયબેન ગરસર, વિદાય લેનાર પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ સંસદસભ્ય ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ જિ.પં. પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ભાજપ આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે બે ટર્મથી કાર્યરત હતા.આજે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદે ડો.વિનુભાઈ ભંડેરીના નામની જાહેરાત થઈ છે. તેઓ જામનગર શહેરના વોર્ડ નં. 16 ના રહેવાસી છે. આ ઉપરાંત વર્તમાન મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટીંગ યાર્ડ) ના ચેરમેન મુકુન્દભાઈ સભાયા તેમજ યાર્ડના ડાયરેક્ટર વિપુલભાઈ પટેલ પણ વોર્ડ નં. 16 માં જ રહે છે. આમ ભાજપના રાજ માં શહેર- જિલ્લા ભાજપના હોદ્દેદારો માટે વોર્ડ નં. 16 નો દબદબો રહ્યો છે.
