જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતાંજ પોલિસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા એક્શન મોડમાં આવી ગયા છે, અને પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે સાંજથી જ માર્ચપાસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નવા પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા પો. ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા દ્વારા તાત્કાલિક અસરથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય પગલાં લેવામાં આવ્યા છે. ચાર્જ સંભાળ્યા બાદ પીઆઇ ડોડીયાએ સૌ પ્રથમ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને પાંચ હાટડી, પટણીવાડ તથા વાઘેરવાડા વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી તેમજ લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બને તે માટે જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ સ્ટાફને સાવચેતીપૂર્વક કામગીરી કરવા તથા કોઈપણ અનિચ્છનીય બનાવોને અટકાવવા સતર્ક રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કામગીરીથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સક્રિય હાજરી નોંધાઈ છે, અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
