બગદાણાના કોળી યુવાન પર હુમલાના બનાવને લઇને સામાજિક તથા રાજકીય રીતે સંમેલનો-રજૂઆતો થઇ રહી છે. ખાસ તપાસ સમીતિની પણ રચના કરવામાં આવી છે. આ બધા વચ્ચે હવે પીડિત નવનીત બાલધીયાના વીડિયોને લઇને નવી ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં તેને જયરાજ આહિરને જેલમાં વિશેષ સુવિધા મળતી હોવાનો આરોપ લગાવ્યો છે.
બગદાણાના કોળી યુવક નવનીત બાલધીયા પર હુમલો કરવાના કેસમાં હાલ જયરાજ આહીર સહીત કેટલાક આરોપીઓ જેલમાં બંધ છે. આ કેસમાં અત્યારસુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા જ આ કેસના 8 આરોપીઓને જામીન મળી ગયા છે. અને હાલ જયરાજ આહીર સહિતના 6 આરોપી જેલમાં બંધ છે. પણ તે પહેલા હાલ પીડિત યુવક નવનીત બાલધીયાનો એક વિડીયો સામે આવ્યો છે.
જેમાં તેઓ જેલ પ્રશાસન પર જયરાજ આહીર ઉર્ફે જયરાજ માયાભાઇ ભમ્મરને જેલમાં વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. તેવા આરોપ લગાવ્યા છે. આ સાથે જ હવે નવનીત બાલધીયાએ આ મામલે ભાવનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અરજી લખી અને આ બાબતે જાણ કરી છે. સાથે જ જયરાજ આહીરને જેલમાં મળતી સુવિધાઓ મામલે તપાસ કરવા રજૂઆત કરી છે. ત્યારે હવે આ મામલે શું પગલાં લેવામાં આવે છે. તે જોવાનું રહ્યું.
