જૈનમ્ નવરાત્રીમાં ખેલૈયાઓને જોમ ચડાવવા સજ્જ

ખેલૈયાઓની સગવડતાઓ માટે વિવિધ સ્થળોએ મહોત્સવના ફોર્મ માટેની વ્યવસ્થા કરાઇ છેલ્લા 9 વર્ષથી અવિરતપણે એકસકલુઝીવલી જૈનો માટે યોજાતા જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં 10માં વર્ષે ફરીથી જૈનમ્…

ખેલૈયાઓની સગવડતાઓ માટે વિવિધ સ્થળોએ મહોત્સવના ફોર્મ માટેની વ્યવસ્થા કરાઇ

છેલ્લા 9 વર્ષથી અવિરતપણે એકસકલુઝીવલી જૈનો માટે યોજાતા જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં 10માં વર્ષે ફરીથી જૈનમ્ નવરાત્રી મહોત્સવ 2025 અંતર્ગત સમસ્ત જૈન સમાજનાં ખેલૈયાઓને પરંપરાગત રીતે યોજાતા સ્થળે ફરીથી એ જોમ, જુસ્સા અને કંઈક વિવિધતા સાથે આયોજન કરવા માટે સજ્જ બન્યું છે.

આ વખતે ફરીથી રાજકોટની તમામ જૈન સાથી સંસ્થાઓ, મંડળો, ગ્રુપ દ્વારા ખૂબ જ અનેરો સહકાર મેળવી જેના આયોજનને માણવા માત્ર રાજકોટનાં જ નહીં પરંતુ વિવિધ સેન્ટરોમાંથી પણ જૈન ખેલૈયાઓ ખાસ આ રાસોત્સવને માણવા માટે રાજકોટ આવે છે તેવા જૈનમ નવરાત્રી મહોત્સવ 2025 નું સતત 10માં વર્ષે પણ એ જ સ્થળ એટલે કે જૈન શ્રેષ્ઠીવર્ય અને જાણીતા દાતા ચંદ્રકાંતભાઈ શેઠના પારીજાત પાર્ટી પ્લોટ, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન થવા જઈ રહયું છે. આ આયોજનને લઈને રાજકોટ શહેર અને આસપાસનાં જૈન સમાજનાં ખેલૈયાઓ અને તેમના પરિવારજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવાઈ રહયો છે. સીઝન પાસ માટે અગાઉથી લોકો ફોર્મ મેળવી અને પરત કરી રહયા છે, ખેલૈયાઓની સુવિધાઓ માટે શહેરનાં વિવિધ સ્થળો ઉપર સિઝન પાસનાં બ્ુાકીંગનાં ફોર્મ મેળવી તેમા જરૂૂરી ડોકયુમેન્ટ સાથે પરત કરી શકે તેવી સુંદર વ્યવસ્થા ટીમ જૈનમ દ્વારા કરવામાં આવી છે.

દર વખતની જેમ જૈનમ દ્વારા અનેક સ્થળો જેવા કે (1)જૈનમ્ મધ્યસ્થ કાર્યાલય – કેમ્પેઈન કોર્પોરેટ હાઉસ, 27/38 ન્યુ જાગનાથ પ્લોટ, જસ્મીન ડ્રાઈવીંગ સ્કુલ પાછળ, રાજકોટ, (2)શ્રી અંબા આશ્રિત સારીઝ – દિવાનપરા મેઈન રોડ, રાજકોટ. (3) જૈન બાઈટ સ્ટીલ ટ્રેડર્સ ધારેશ્વર મંદિર સામે, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ. (4) તપસ્વી સ્કુલ 2-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (5) શિતલ જ્વેલર્સ 9-સીટી શોપ્સ, પી.પી. ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ,રાજકોટ. (6)હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મહાવીર ચેમ્બર, એ ડીવીઝન સામે, ઢેબર ચોક, રાજકોટ. (7) ઉર્મિ એમ્પોરીયમ 22-સદ્ગુરૂૂ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, રાજકોટ. (8) ડ્રીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મોડર્ન ગ્રુપ), 105-વર્ધમાન કોર્મિશયલ, રંગોલી આઇસ્કીમ ની ઉપર સાધુ વાસવાણી રોડ, (9) કૌશલ્યમ્ માર્કેટીંગ (એમેઝોન હોલસેલ પ્ર ાઈસ રીટેઈલ પોઈન્ટ), 25-ન્યુ જાગનાથ પ્લોટ, યુનિક હોસ્પિટલ સામે, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે ફોર્મ મેળવી, વિગતો સાથે પરત આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફોર્મ વિતરણ દ્વારા જૈન સમાજનાં નવરાત્રી મહોત્સવ રમવા ઈચ્છતા ખેલૈયાઓને સરળતાથી સિઝન પાસ ઉપલબ્ધ થાય તેવા હેતુ થી બનેલી આ વ્યવસ્થાને જૈન સમાજનાં આગેવાનો દ્વારા ખૂબ જ વખાણવામાં આવેલ છે. ફોર્મ વિતરણનાં તમામ સ્થળો ઉપર ફોર્મ મેળવવા માટે ભારે ઘસારો જોવા મળી રહયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *