જૈન સમાજ અહિંસાવાદી નહીં હિંસાવાદી છે: શંકરસિંહ વાઘેલાએ નવો વિવાદ છેડ્યો

ગાયોની કતલ કરતા કારખાનાઓ પાસેથી ભાજપ ફંડ મેળવે છે અને જૈનો તેને સપોર્ટ કરે છે, આ કયાની અહિંસા? ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુ એક…

ગાયોની કતલ કરતા કારખાનાઓ પાસેથી ભાજપ ફંડ મેળવે છે અને જૈનો તેને સપોર્ટ કરે છે, આ કયાની અહિંસા?

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુ એક વિવાદ છેડ્યો છે. એક પત્રકાર પરિષદમાં શંકરસિંહે કહ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટી ગાયની કતલ કરતા કારખાનાઓ પાસેથીસ ફંડ મેળવે છે અને જૈન સમાજ તેને સપોર્ટ કરે છે. આ કયાંની અહિંસા છેે ?

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના લઈને વિવાદ થઈ શકે છે. શંકરસિંહ વાઘેલાએ જૈન સમાજ અંગે નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે જૈન સમુદાય અહિંસાવાદી નહીં હિંસાવાદી છે. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહાર કર્યો હતો.

શંકરસિંહ વાઘેલાએ જૈન સમુદાય અંગે કહ્યુ કે તે અહિંસાવાદી નહીં હિંસાવાદી છે. તો ભારતીય જનતા પાર્ટી અંગે ટિપ્પણી કરતા કહ્યું કે ભાજપ ગાય કાપવાની ફેક્ટરી પાસેથી ફંડ મેળવે છે. ગાયોના કતલ કરવાની ફેક્ટરી હિંદુઓની છે.

શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે હિંસા કરાવવાવાળા ગાય કાપનારા પાસેથી ફંડ મેળવે છે. ગૌમાંસની ફેક્ટરીના માલિકો પાસેથી ભારતીય જનતા પાર્ટી ફંડ મેળવે છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરો પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ભીખારી પાર્ટી હતી. લોકો પાસેથી 100 રૂૂપિયાની ભીખ માંગી પાર્ટી ચાલતી હતી.
ઉલ્લેખનીય છે કે, હજૂ આજે જ સુરતમાં પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ ઉપરથી વચન આપ્યુ હતુ કે, ગૌ માતાના હત્યારાઓની એવા ટાંટીયા તોડ સર્વિસ થશે કે, તેના ચાલ અને હાલ બંન્ને બદલાઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *