જગદીશનની 49 બોલમાં સદી, તિલક વર્માની શાનદાર વાપસી

ટી-20 વર્લ્ડ કપ માટે રમાયેલી વોર્મ-અપ મેચમાં ભારતે યુએસએને 38 રનથી હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે એન. જગદીશને સદી ફટકારી હતી. વર્લ્ડ કપ પહેલા…

ટી-20 વર્લ્ડ કપ માટે રમાયેલી વોર્મ-અપ મેચમાં ભારતે યુએસએને 38 રનથી હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે એન. જગદીશને સદી ફટકારી હતી. વર્લ્ડ કપ પહેલા તિલક વર્માએ પણ શાનદાર વાપસી કરી આ મેચમાં 38 રન બનાવ્યા. આ વોર્મ-અપ મેચ નવી મુંબઈમાં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 238 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં યુએસએ ટીમ 20 રનના સ્કોર સુધી મર્યાદિત રહી હતી.

જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા આવી ત્યારે પ્રિયાંશ આર્ય અને એન. જગદીશને ટીમને મજબૂત શરૂૂઆત આપી હતી, પરંતુ પ્રિયાંશ 28 રનની ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ રમીને આઉટ થઈ ગયો. જગદીશને 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને વિસ્ફોટક બેટિંગ સાથે 49 બોલમાં પોતાની સદી પૂરી કરી. જગદીશને મેચમાં શાનદાર સદી ફટકારી 104 રન બનાવ્યા.

ટી20 વર્લ્ડ કપ પહેલા પોતાની ફિટનેસ સાબિત કરીને તિલક વર્માએ યુએસએ સામેની વોર્મ-અપ મેચમાં 24 બોલમાં 38 રન બનાવ્યા. ભારતીય સ્થાનિક લિસ્ટ એ ટુર્નામેન્ટ, વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી રમતી વખતે તેને ઈજા થઈ હતી. આ મેચમાં તેણે બોલિંગ પણ કરી. તિલક એક ઓવર ફેંકી, 15 રન આપ્યા, પણ એક વિકેટ પણ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *