સાયલાના દેવગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા ITIના વિધાર્થીનો આપઘાતનો પ્રયાસ

યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો સાયલાના દેવગઢમાં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા યુવાનને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી…

યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો

સાયલાના દેવગઢમાં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા યુવાનને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠું લાગતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાયલા તાલુકાના દેવગઢ ગામે રહેતા હાર્દિક જેરામભાઈ સરવૈયા નામનો 18 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનને સારવાર માટે પાળીયાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે સાયલા પોલીસને જાણ કરતા સાયલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન ત્રણ ભાઈમાં વચ્ચેટ છે અને આઈ.ટી.આઈમાં અભ્યાસ કરે છે પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવકને માઠુ લાગતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સાયલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *