મોરબીની સબજેલના બેરેક સર્કલ નંબર 1 અને 2 ના વચ્ચે જનરલ સંડાસ બાથરૂૂમના પાછળના કોટપાળીના અંદરના ભાગે કાળા ઝબલામાંથી મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવતા મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના સબજેલમાં જેલ સ્ટાફ રાજુભાઈ નારણભાઈ ઝેઝરિયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. 14 ના રોજ સારે જેલની અંદરની કોટપાળીનો રાઉન્ડ લેતા સર્કલ નંબર 1 ની બેરેક નંબર 1 અને 2 ના વચ્ચે જનરલ સંડાસ બાથરૂૂમના પાછળના કોટપાળીના ભાગે એક કાળા કલરનું ઝબલું પડેલ હતું જે શંકાસ્પદ લાગતા જેલ સિપાઈ દ્વારા તલાસી લેતા તેમાંથી તમાકુ વાળા મસાલા નંગ 4, બીડી જુડી નંગ 1, ચુનાની ટોટી નંગ 1 અને પ્લાસ્ટિકથી ખુબ જ વીટાયેલ સેલોટેપથી પેક કરેલ વસ્તુ હતી જે ખોલતા તેમાંથી રૂૂની અંદર સંતાળી રાખેલ મોબાઈલ નંગ 1 મળી આવતા અજાણ્યા ઇસમ કે તપાસમાં જે કોઈ કેદી આરોપી કે અન્ય કોઈના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે.
