મુશ્કેલ હશે પણ હું પ્રયાસ કરી શકું છું, રિટાયરમેન્ટ પર ‘માહી’નો જવાબ

ગઇકાલે, ચેન્નાઈ સુપર કિંગ્સે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભૂતપૂર્વ અને વર્તમાન CSK દિગ્ગજો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, ધોનીએ ખુલ્લેઆમ તેની નિવૃત્તિ…

ગઇકાલે, ચેન્નાઈ સુપર કિંગ્સે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભૂતપૂર્વ અને વર્તમાન CSK દિગ્ગજો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, ધોનીએ ખુલ્લેઆમ તેની નિવૃત્તિ યોજનાઓની ચર્ચા કરી હતી. પણ ધોની ઈચ્છે ત્યાં સુધી પણ રમી શકે છે એવા નિવેદન સાંભળતા જ સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકો ધોની-ધોનીના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેતા શિવકાર્તિકેયને ધોનીને લાંબા સમય સુધી રમવાનું કહેતાં હળવી મજાક કરી હતી. તેના જવાબમાં ધોનીએ સ્મિત સાથે કહ્યું કે મુશ્કેલ હશે પણ હું પ્રયાસ કરી શકું છું, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું છે.

ધોનીને IPL ઇતિહાસના સૌથી સફળ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. તેણે અત્યાર સુધી 278 મેચોમાં 5439 રન બનાવ્યા છે અને ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે તે IPL 2026માં પોતાની 19મી સીઝન રમવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે તેણે 2024 પહેલાં કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપી હતી.‘ઇમ્પેક્ટ પ્લેયર’ નિયમને કારણે તેની મેદાન પરની ભૂમિકા પણ મર્યાદિત થઈ છે કે IPL 2026માં ધોની આખી સીઝન રમશે, પરંતુ તેની ભૂમિકા અલગ હોઈ શકે છે. ટીમમાં નવા ખેલાડીઓ જોડાતા વિકેટકીપિંગની જવાબદારી વહેંચવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. IPL 2026 ચેન્નાઈ સુપર કિંગ્સ માટે નવી શરૂૂઆત સાબિત થઈ શકે છે, ખાસ કરીને IPL 2025માં ટીમ પોઈન્ટ ટેબલમાં તળિયે રહી હતી. બીજી તરફ, આ સીઝન ધોનીની દિગ્ગજ કારકિર્દીનો અંતિમ અધ્યાય પણ બની શકે છે.હાલમાં તો ચાહકોની એક જ ઈચ્છા છે. ‘માહી’ ફરી એકવાર મેદાન પર પોતાનો જાદુ બતાવે. હવે જોવાનું રહ્યું કે ધોની 60 વર્ષની ઉંમર સુધી રમવાની મજાકને હકીકતમાં ફેરવે છે કે IPL 2026 પછી ક્રિકેટને અલવિદા કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *