મિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધું

શહેરના સ્વામીનારાયણ ચોક નજીક આવેલા કૃષ્ણનગરમાં રહેતા યુવાનને મિત્રને લોન લઇ દેવી ભારે પડી હતી. મિત્રએ હપ્તા ન ભરતા ફાયનાન્સ વાળા ઘરે આવી ઉઘરાણી કરતા…

શહેરના સ્વામીનારાયણ ચોક નજીક આવેલા કૃષ્ણનગરમાં રહેતા યુવાનને મિત્રને લોન લઇ દેવી ભારે પડી હતી. મિત્રએ હપ્તા ન ભરતા ફાયનાન્સ વાળા ઘરે આવી ઉઘરાણી કરતા યુવકને તેના પિતાએ ઠપકો આપ્યો હતો. જેનુ લાગી આવતા તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા મિતેશ સમીરભાઇ નકુમ (ઉ.વ.30)નામના યુવાને ગઇકાલે બપોરે પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ મિતેશનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મિતેશ એક ભાઇ ત્રણ બહેનમાં નાનો અને પિતા સાથે કારખાનામાં કામ કરે છે. તેણે મિત્ર વિવેક પ્રસાંત લોધાને છેલ્લા પાંચ વર્ષમાં અલગ અલગ ફાયનાન્સમાંથી રૂા.4.50 લાખની લોન અપાવી દીધી હોય. બાદમાં મિત્ર લોનના હપ્તા ભરતો ન હોય જેથી ફાયનાન્સ વાળા મિતેશના ઘરે આવી ઉઘરાણી કરતા હતા. આ બાબતે તેના પિતાએ મિત્રોને લોન અપાવવામાં કેમ વચ્ચે રહે છે. તેમ કહી ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાનુ લાગી આવતા મિતેશે ફિનાઇલ પી લીધાનું જાણવા મળ્યુ છે.

જિલ્લા જેલમાં કેદીએ હાથમાં બ્લેડના છરકા કર્યા
પોપટપરા જિલ્લા જેલમાં રહેલા કરણ મહેશભાઇ મકવાણા (ઉ.વ.19)નામના કેદીએ ગઇકાલે સાંજે પોતાની જાતે હાથમાં બ્લેડ વડે છરકા કરી લેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *