મોરબીની નામાંકિત પેપરમિલ સાથે સંકળાયેલ ગ્રૂપ પર આઈટીના દરોડા

મોરબીમાં નામાંકિત પેપરમિલ ગ્રુપ પર વહેલી સવારથી આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં આઈટી ટીમ ત્રાટકી હતી…


મોરબીમાં નામાંકિત પેપરમિલ ગ્રુપ પર વહેલી સવારથી આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં આઈટી ટીમ ત્રાટકી હતી એકસાથે 70 જેટલી ટીમો કામગીરીમાં જોડાઈ છે.


પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથી આઈટી ટીમ કામગીરી કરી રહી છે તીર્થક ગ્રુપના મોભી જીવરાજભાઈ ફૂલતરીયાના રવાપર રોડ પર આવેલ મકાન પર દરોડા કરવામાં આવ્યા છે સાથે જ સોહમ પેપરમિલમાં પણ આઈટીની તપાસ ચાલતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રેડ દરમિયાન પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મુલાકાત લીધી હતી સુત્રો જણાવે છે કે મોહનભાઈ કુંડારિયા જીવરાજભાઈના વેવાઈ થતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે રેડની કામગીરી સવારથી સાંજ સુધી ચાલી હતી અને શનિવારે સાંજ સુધી કામગીરી ચાલે તેવા સંકેતો પ્રાપ્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *