મોરબીમાં ભાજપ નેતાના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

આરોપીઓના ત્રાસથી કંટાળી વેપારીએ જંતુનાશક દવા પી જીવન ટૂંકાવી લીધું હતું, સ્યુસાઇડ નોટ પરથી ગુનો નોંધાયો મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વેપારીએ ધંધામાં નાણાની જરૂૂરત પડતા…

આરોપીઓના ત્રાસથી કંટાળી વેપારીએ જંતુનાશક દવા પી જીવન ટૂંકાવી લીધું હતું, સ્યુસાઇડ નોટ પરથી ગુનો નોંધાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વેપારીએ ધંધામાં નાણાની જરૂૂરત પડતા 1.26 કરોડની રકમ હાથ ઉછીની આપી હતી જે રકમ મામલે બનેવીએ તેના સાળાને વાત કરી હતી અને રૂૂપિયાની ઉઘરાણી મામલે સાળાએ આરોપીઓ પાસે ઉઘરાણી કરતા ધમકીઓ આપી હતી અને ધમકીઓથી ડરી ગયેલા સાળાએ જંતુનાશક દવા પી આપઘાત કર્યો હતો બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા (ઉ.વ.49) વાળાએ આરોપીઓ આશિષ રમેશ પાડલીયા રહે લક્ષ્મીનગર તા. મોરબી, હિતેષ વાસુદેવ દસાડીયા પૂર્વ પ્રમુખ, માળિયા તાલુકા ભાજપ અને સરપંચ પતિ સુલ્તાનપુર તા. માળિયા અને કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા રહે પંચાસર રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વર્ષ 2023 માં લક્ષીનગર ગામમાં સોના મોબાઈલ દુકાન આવેલ છે અને બાજુમાં જ ગામના મિત્ર આશિષ રમેશભાઈ પાડલીયાને મોબાઈલ દુકાન છે જેથી બંને ઓળખતા હતા અને મિત્ર હોય ફરિયાદીએ જમીન વેચાણ કર્યાની આશિષને ખબર હતી અને આશિષને સોલારનો વ્યવસાય કરવા પૈસાની જરૂૂરત પડતા હાથ ઉછીના રૂૂપિયા સાડા સાત લાખ અને બાદમાં એકત્રીસ લાખ પચ્ચાસ હજાર આપ્યા જેનું આશિષ પાસે નોટરી લખાણ કરાવ્યું હતું અને બાદમાં વધુ પૈસાની જરુરત પડતા આશિષે ધંધામાં ભાગીદાર તરીકે રાખવાનું કહીને પૈસાનો ટેકો કરવા કહ્યું હતું જેથી ગૂગલ પે અને મણી ટ્રાન્સફરથી રૂૂપિયા અપાય અને કુલ રૂૂ 1 કરોડ છવીસ લાખ રૂૂપિયા આપ્યા હતા.

જે રકમ આશિષ પાસે છ મહિના પછી પરત માંગતા હજુ ધંધો બરોબર ચાલતો નથી ધંધો બરોબર ચાલે એટલે તમારા રૂૂપિયા પરત આપી દઈશ તેવી વાત કરી હતી એકાદ વર્ષ જેટલો સમય થતા આશિષ પાસે અવારનવાર રૂૂપિયા માંગ્ય અને પરત આપતો ન હતો કે સંતોષકારક જવાબ આપતો ના હતો જેથી મહેન્દ્રનગર રહેતા સાળા વિપુલ ઉર્ફે લાલો ભગવાનજીભાઈ વિડજાને વાત કરી હતી કે ગામના આશિષ રમેશ પાડલીયાને ધંધો કરવા એક કરોડ છવીસ લાખ રૂૂપિયા આપ્યા તેમજ આશિષની દુકાનમાં થ્રી હેર ડ્રેસર નામની દુકાન ચલાવતા કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને મકાન લેવા છ લાખ રૂૂપિયાની માંગણી કરતા તેને હાથ ઉછીના છ લાખ આપ્યા હતા બંને પાસે રૂૂપિયા પરત માંગતા કોઈ જવાબ આપતા નથી જેથી સાળા વિપુલે કહ્યું કાઈ વાંધો નહિ હું મારી રીતે આશિષ અને કમલેશ સાથે વાત કરી લઈશ કહ્યું હતું.

થોડા દિવસ પછી વિપુલે વાત કરી કે આશિષને કહ્યું કે મારા બનેવી હર્ષદભાઈએ તને રૂૂપિયા આપ્યા છે તે રૂૂપિયા તું કેમ પરત આપતો નથી તો આશિષે કહ્યું મેં તારી પાસેથી રૂૂપિયા લીધા નથી એટલે તું ક્યાય વચ્ચે આવતો નહી અને એકપણ રૂૂપિયો હર્ષદભાઈને આપવાનો થતો નથી બાદમાં ફરિયાદી અને વિપુલ બંને સાથે હતા ત્યારે આશિષને કહ્યું કે હવે ઘણો સમય થયો રૂૂપિયા પાછા આપવા છે કે નહી ત્યારે આશિષે કહ્યું મારે કોઈ રૂૂપિયા આપવાના થતા નથી જો રૂૂપિયા માંગશો તો તમારા વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ લખાવી દઈશ અને તું અને તારો સાલો બંને વ્યાજનો ધંધો કરો છો મને ખબર છે તમે કમલેશ માંડવીયાને વ્યાજે રૂૂપિયા અપાય છે જેથી કમલેશને કહી તમારા વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ લખાવી દઈશ તેવી ધમકી આપી હતી બાદમાં આશિષ, તેનો ફૈબાનો દીકરો હિતેશ વાસુભાઇ દસાડીયા અને કમલેશ ત્રણેય મહેન્દ્રનગર ચોકડી સાળા વિપુલની દુકાન હરભોલે પાન આવ્યા હતા.

ત્યાં આવી ફરિયાદી અને સાળાને ધમકી આપી કે હવે જો મોરબીમાં રહેવું હોય તો પૈસાની માંગણી કરતા નહિ અને પૈસા ભૂલી જજો નહીતર તમે તમારો જીવ ખોઈ બેસશો અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી બાદમાં વિપુલે ફરિયાદીને વાત કરી હતી કે આશિષ, હિતેશ અને મહેશ આપણી પાછળ ફરે છે અને રેકી કરે છે હિતેશ દસાડીયાએ તેના મોબાઈલમાં એક વિડીયો બતાવ્યો જેમાં પપ્પા મોટરસાયકલ લઈને જતા હતા અને પાછળ ટ્રક જતો હતો ટ્રક દ્વારા પપ્પાનું એક્સીડેંટ કરાવી દેવાની ધમકી આપી હતી જેથી કંટાળી જઈને ગત તા. 14 ના રોજ જંતુનાશક દવા પી લેતા રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો અને સાળા વિપુલ ભગવાનજી વિડજાનું રાજકોટ સારવારમાં મોત થયું હતું.

આમ ત્રણેય આરોપીઓએ ફરિયાદીએ આપેલ રકમ પરત આપતા ના હતા અને સાળા વિપુલે પરત માંગતા રૂૂબરૂૂ અને ફોનમાં ધમકીઓ આપી હેરાન પરેશાન કરી મરવા મજબુર કર્યો હતો અને યુવાન ઝેરી દવા પી લેતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *