આઈટી કંપનીના સ્ટોકમાં ભારે ખરીદીના પગલે ચોથા દિવસે તેજી: સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછાળો

ગઈકાલે શેર બજારની તેજી આજે પણ માર્કેટમાં યથાવત જોવા મળી હતી. આજે સવારના સત્રમાં આઇટી કંપનીના શહેરોમાં ભારે ખરીદી જોવા મળતા સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો વધારો…

ગઈકાલે શેર બજારની તેજી આજે પણ માર્કેટમાં યથાવત જોવા મળી હતી. આજે સવારના સત્રમાં આઇટી કંપનીના શહેરોમાં ભારે ખરીદી જોવા મળતા સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો વધારો નોંધાતા સેન્સેક્સ 77000 ની સપાટી ની ઉપર જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ 270 પોઈન્ટ ની તેજીના પગલે 23860 ની સપાટી ક્રોસ કરી હતી. સેન્સેક્સ અને નિફ્ટીના પગલે પગલે બેન્કિંગ સ્ટોકમાં પણ ખરીદી નીકળતા બેંક નિફ્ટી 55000 ને પાર જોવા મળ્યો હતો.

હાલ બેંક નિફ્ટી 55340 પોઇન્ટ ઉપર પહોંચ્યો છે.આજે સવારથી જ આઇટી કંપનીના શેરમાં ભારે ખરીદી જોવા મળતા તમામ આઇટી કંપનીના શેર ઉપર જોવા મળ્યા હતા બલ્કે નીતિ આઈટી આજે 1100 પોઇન્ટ વધ્યો હતો. આજે આઈ ટી કંપનીના શેર ખાસ કરીને ટીસીએસ, ઇન્ફોસીસ ,ઓરેકલ વીપ્રો એચ સી એલ જેવી કંપનીમાં ભારે તેજી જોવા મળી હતી. અદાણી જૂથના પણ તમામ સ્ટોકમાં આજે ખરીદી જોવા મળી હતી. ઓઇલ કંપનીના સ્ટોકમાં પણ આજે વધારો જોવા મળ્યો હતો. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો સોનાના ભાવમાં 500 ઘટી જતા વાયદા બજારમાં સોનાનો ભાવ 1,55,510 જોવા મળ્યો હતો જ્યારે ચાંદી માત્ર 3000 રૂૂપિયા નું ગાબડું પડતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ 250235 જોવા મળ્યો હતો જ્યારે રાજકોટ ની હાજર માર્કેટમાં ચાંદીનો ભાવ₹ 260,245 જોવા મળ્યો હતો. જોકે બપોર બાદ સોના ચાંદીમાં રિકવરી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *