દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિધ્ધ જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજી સમક્ષ પ્રસાદ સમયે મંદિર સમિતિ 2500 રૂૂપિયા ફી લઈને ફોટોગ્રાફી કરી આપશે તેવો મંદિર વહીવટદારને નોટની અને જાહેર કરેલો પત્ર ભારત સરકારના નિયમ સાથે સુસંગત નથી તેમ જાણવા મળતા આ બાબત ભારે ચર્ચાઓના વંટોળ ઊભા થયા છે તેમજ દ્વારકા વહીવટદાર કચેરીની છેલ્લા ઘણા વરસોથી વ્યવસ્થાઓમાં ખામીની જે ટીકાઓ થાય છે તેમાં ઉમેરો થયો છે.
શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે વૈષ્ણવો દ્વારા કરવામાં આવતા ભોગ-મનોરથ, ધ્વજાજી ચડાવવા તેમજ વર્ષ દરમિયાન મંદિરમાં ઉજવવામાં આવતા વિવિધ ઉત્સવો સમયે ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવા અંગે શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની તા.27/10/2026 ના રોજ યોજાયેલ બેઠકનાં ઠરાવ નં.11 મુજબ, “શ્રી દ્વારકાધીશમાં ધ્વજાજી અને વિશેષ ભોગ મનોરથ કરનાર ઇચ્છુક વૈષ્ણવો ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી કરાવવા જરૂૂરી મંજૂરીઓ મેળવી શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે સંસ્થા દ્વારા નિયુક્ત ફોટોગ્રાફર પાસે જરૂૂરી શરતોને આધિન આ કામગીરી માટે શ્રી દ્વારકાધીશ મંદિરમાં રૂૂ.2500/- ની ફી ભરી ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરાવી શકશે. તેવો વહીવટદાર અને નાયબ કલેક્ટર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકાનો પત્ર જાહેર થતા એક તરફ ભક્તોને ખુશી તો થઈ છે તો બીજી તરફ જે રીતે મંદિરમાં ફોટોગ્રાફીની મનાઇ છે છતાં મોબાઇલમાં બેરોકટોક રીલ બનાવાય છે તેને તંત્ર આવા ફોટોગ્રાફી અંગેના નિર્ણય કરીને ઢાંકવાનો પ્રયાસ કરે છે તેમ પણ અમુક જાણકારોએ કહ્યું છે.
બીજી તરફ મંદિરનું અને તેમાં બિરાજતા ઠાકોરજીનું પ્રત્યક્ષ જ મહત્વ હોય છે નહીતર તો ભાવિકો ફોટો જોઈને દર્શન ના કરી લે? અને માટે જ દર વર્ષે લાખો ભાવિકો દ્વારકા આવે છે અને દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આ રીતે 2500 રૂૂપિયામાં મનોરથ અને ધ્વજજીના ફોટા ને કાયદેસરતા નુ સ્વરૂૂપ આપીને અત્યાર સુધી બે રોકટોક થતા વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી ને જાણે તંત્રે પોતાની ઘોર બેદરકારીને કાયદેસરતા મા ખપાવવાના હવાતિયા તરીકે પણ જોવાઈ રહ્યું છે.
મહત્વની વાત એ છે કે દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર ઓખામંડળ જેમ દ્વારકા, બારડીયા,બેટ , સંદીપની આશ્રમ , દરિયાનો અમુક ભાગ , પિન્દ્તારક પિંડારા, સહિત 40 મોન્યુમેન્ટ આર્કિલોજિકલ ડિપાર્ટમેન્ટ ભારત સરકાર અંતર્ગત સુરક્ષિત રાખવાનો કાયદો અમલમાં છે એ કાયદા મુજબ આવા અત્યંત પુરાતન સ્થળોએ દર્શન સિવાયની કોઈ પણ પ્રવૃતિ માટે ગેઝેટ પ્રસિધ્ધ થાય તો જ મંજૂરી મળી ગણાય છે માટે આ 2500 રૂૂપિયા વાળો પાત્ર કાયદા આધારિત નથી તેમ પશ્ચિમઝોન આર્કિયોલોજી વિભાગ દ્વારા જાણવા મળ્યું છે એટલું જ નહી આ બાબતે આર્કિયોલોજીના અધિકારીઓ દ્વારકા જિલ્લા તંત્ર ને આ બાબતે કાયદાની મર્યાદામાં રહેવા પણ કહી શકે છે આર્કિયોલોજી વિભાગમાંથી આ અંગે ગતિવિધિ તેજ થયાનું પણ જાણવા મળ્યું છે.
રક્ષિત ઇમારતો થી જેમ 100 મીટર રેડિયસ માં બાંધકામ માટે પાયા ખોદાય તો તે રક્ષિત સ્મારકોના પાયાને અને જમીન સાથેની પક્કડ ને નુકસાન પહોંચાડી શકે છે તેવી જ રીતે આવા સ્મારકની અંદર સરકારે નક્કી કરેલી આર્કિયોલોજિકલ એક્ટ મુજબ ઇમારતની અંદર આધુનિક રીતેના કોઈ પણ પ્રકારની ફ્લેશ કે કિરણો તેમજ વધુ આવનજાવન અને કૃત્રિમ ચીજવસ્તુઓની ફેરફારથી મૂળ ઈમારતને નજરે ન ચડે તેવું નુકસાન થવાની સંભાવના હોય છે.
જગતમંદિરે લાઇન માં ઊભા રહેનારને કોણ છેતરે છે ? અસંખ્ય ફરિયાદો
જગતમંદિરે દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓની જે લાંબી લાઈનો હોય છે તેનું મેનેજમેન્ટ કરવા કોઈ તાલીમબદ્ધ સ્ટાફ નથી , મંદિર ફરતે અડીને ઊભેલી રેકડીઓમાં ગેસ સિલિન્ડર પણ હોય છે, લાઇનમાં ઉભેલો માટે પૂરતું પીવાનું પાણી નથી અને અમુક લાકડીઓ સાથે ઊભેલા લોકો દર્શનાર્થીઓને રીતસર ધક્કા મારે છે તેવી ફરિયાદો ઉઠી છે તેની સામે કહેવામાં આવતા સ્થાનિક અધિકારી કે જિલ્લા અધિકારી વામણા પુરવાર થાય છે તો વહીવટદાર અને ટ્રસ્ટના વડા એ બિનતાલીમી અને શિસ્ત અને મર્યાદા વગરના અડવાવ જેવા લોકો છે કે કોઈ જી એ એસ કે આઈ એ એસ છે ? તેમ અમુક લોકો ત્રાસીને સવાલ કરે છે બીજું લોકોમાં ચર્ચા છે કે બિનઅધિકૃત સ્ટાફ દર્શન કરવા ,લાઇનમાં ફટાફટ આગળ જવા ,ફોટા પાડવા ,મોબાઈલ લઈ જવા વગેરે માટે પાંચસોથી પાંચ હજાર સુધી નાણા ખંખેરે છે. આ ગેરકાયદેસરના નાણા બેજવાબદાર લોકો ખંખેરે છે તેમ કોઈ ખરેખર જવાબદારીનો પણ ભાગ છે શું? તેવા પ્રશ્નો ખૂબ જ ટીકા અને શંકાથી પૂછાય રહ્યા છે
