ગુજરાતમાં મરઘી શું પ્રાણી છે કે પક્ષી, તેવા પ્રશ્ને નવી ચર્ચા ઉભી થઈ છે.આ વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. 2023માં એનિમલ વેલફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મરઘીઓને પ્રાણીની જગ્યાએ પક્ષી તરીકે વર્ગીકૃત કરવું જોઈએ. અરજીમાં આ પણ માંગ કરવામાં આવી કે મરઘીઓને માત્ર કતલખાનામાં જ મારવા જોઈએ કે પોલ્ટ્રી ફાર્મમાં?
હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી પણ કરવામાં આવી હતી. JUSTICE એનીય અંજારિયા અને JUSTICE નિરલ મહેતાની ખંડપીઠે આ કેસને સાંભળ્યો. સરકારના વકીલ મનીષા લવકુમારે કાનૂની દૃષ્ટિકોણથી સ્પષ્ટતા કરી, કે મરઘીઓને પ્રાણી તરીકે ગણવામાં આવે છે, જ્યારે માછલી એ શ્રેણીનો ભાગ નથી.
કોર્ટે સરકાર પાસેથી આ બાબત પર વધુ સ્પષ્ટતા માંગે છે કે મરઘી એ પ્રાણી છે કે પક્ષી? સરકારના જવાબ મુજબ, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ અનુસાર મરઘીને પ્રાણી માનવામાં આવે છે, પક્ષી નહીં, અને તેથી આ વર્ગીકરણ કાયદાકીય રીતે માન્ય છે.
વિજ્ઞાનિક દૃષ્ટિકોણથી મરઘીને પ્રાણી અને પક્ષી બંને તરીકે ગણવામાં આવી શકે છે. તે એનિમાલિયા શ્રેણીમાં આવે છે, એટલે કે, તે પ્રાણી છે, બીજી બાજુ, મરઘી પક્ષીઓ (એવ્સ) ની શ્રેણીમાં આવે છે, જેમાં પાંખો ધરાવતા અને ઇંડા મૂકતા તમામ જીવોનો સમાવેશ થાય છે. આમ, મરઘી પણ પક્ષીઓની શ્રેણીમાં આવે છે.