IPLના ખેલાડીઓને 10 ટકા ફ્રેન્ચાઇઝી ટેક્સ ઉપરાંત 30 ટકા ઇન્કમટેક્ષ ચૂકવે છે

    2026માં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બરે પૂર્ણ થઈ છે. હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી કેમેરોન ગ્રીનને…

 

 

2026માં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બરે પૂર્ણ થઈ છે. હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી કેમેરોન ગ્રીનને સૌથી મોંઘી બોલી લગાવીને ખરીદ્યો અને તેમને 25.20 કરોડ રૂૂપિયાની ઑફર આપી. હવે કેમેરોન ગ્રીન IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા છે. ગયા વર્ષે લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને 27 કરોડમાં ખરીદી ઇતિહાસ રચ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે, હરાજીમાં મોંઘા ભાવમાં વેચાતા ખેલાડીઓને વાસ્તવમાં કેટલા પૈસા મળે છે અને તેમને કેટલો ટેક્સ ભરવો પડે છે?

IPL ખેલાડીઓને હરાજીમાં મળતી આખી રકમ સીધી તેમના ખાતામાં જતી નથી, પણ તમારી પગારની જેમ જ ટેક્સ કપાઈને મળે છે. ઉપરાંત, તેમની આવક પર સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સ પણ ભરવો પડે છે. એટલે, IPL ખેલાડીઓની વાસ્તવિક કમાણી તેમને મળતી રકમથી ઘણી ઓછી હોય છે. એક મહત્વની વાત એ છે કે, ઇન્કમ ટેક્સના નિયમો દેશી અને વિદેશી ખેલાડીઓ માટે અલગ-અલગ લાગુ પડે છે.

ભારતીય ખેલાડીઓ પર નિયમ કેવી રીતે લાગુ પડે છે?- આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે કે મેચ ફી અથવા IPL હરાજી રકમ પર 10 ટકા TDS કાપવાનો નિયમ માત્ર ભારતીય ખેલાડીઓ પર જ લાગુ પડે છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 194ઉં હેઠળ તેમની કમાણી પર 10 ટકા TDS પહેલેથી જ કપાઈ જાય છે. જોકે, ફાઈનલ ટેક્સની ગણતરી ખેલાડીની વાર્ષિક આવક અને તેમના સ્લેબ પ્રમાણે થાય છે. આ કમાણીમાં IPLની ફી અને જાહેરાતોમાંથી મળતી આવક પણ સામેલ હોય છે.

સૌપ્રથમ, ખેલાડીઓની કમાણીમાં BCCI તરફથી મળતી સેલેરી અને IPL હરાજી પ્રાઈસ બંનેનો સમાવેશ થાય છે, જેને પ્રોફેશનલ ઇન્કમ માનવામાં આવે છે. એટલે, આ રકમ ચૂકવતા પહેલા BCCI અને IPL ફ્રેન્ચાઈઝી TDS કાપે છે, જે 10 ટકા હોય છે. એટલે, જો ઋષભ પંતને 27 કરોડ રૂૂપિયાનું ઑફર મળ્યું હોય, તો ફ્રેન્ચાઈઝી તેમને 10 ટકા એટલે કે 2.70 કરોડ TDS કાપીને જ ચુકવણી કરે છે. નવા ટેક્સ રિજીમ મુજબ, 24 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ લાગે છે અને મોટાભાગના ખેલાડીઓ આ સ્લેબમાં આવે છે. વધુ આવક પર 10થી 37 ટકા સુધી સરચાર્જ પણ લાગે છે.

આમ, IPL ખેલાડીઓ પર કુલ અસરકારક ટેક્સ 38.42 ટકા થાય છે. જો ઋષભ પંતને મળેલા 27 કરોડ પર ટેક્સની ગણતરી કરીએ તો, પહેલા તેમણે 2.70 કરોડ TDS આપ્યા. હવે 23.30 કરોડ પર 38.42 ટકા ટેક્સ એટલે કે લગભગ 8.95 કરોડ. હવે ઇન્કમ ટેક્સ અને TDS બંનેને જોડીએ તો કુલ ટેક્સ લગભગ 11.70 કરોડ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *