આવતીકાલથી IPL મહાકુંભ, 10 ટીમો ટકરાશે

બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ, કુલ 80 લીગ અને 4 પ્લેઓફ મેચ રમાશે આવતીકાલથી ફરી ક્રિકેટનો સૌથી મોટો મહાસગ્રામ શરૂૂ થઈ રહ્યો છે. ભારતીય…

બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ, કુલ 80 લીગ અને 4 પ્લેઓફ મેચ રમાશે

આવતીકાલથી ફરી ક્રિકેટનો સૌથી મોટો મહાસગ્રામ શરૂૂ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં જેને નવો ઇતિહાસ રચ્યો છે તે ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ આવતીકાલથી બેંગ્લોરના ચીનના સ્વામી સ્ટેડિયમ ખાતે શરૂૂ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ગત વર્ષની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝ હૈદરાબાદ ની ટીમ વચ્ચે મુકાબલો થશે.

ગત વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની ટીમ વિજેતા બન્યા બાદ બીજા દિવસે બેંગ્લોરમાં વિજય સરઘસ યોજ્યું હતું અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ધક્કા મૂકી થતા 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યાર પછી કર્ણાટક સરકારે આ મેચ માટે પણ એક એક્સપર્ટ કમિટીની નિમણૂક કરી છે અને મેચ યોજવાની પરવાનગી આપી છે.
IPLના પ્રથમ મેચ માટે તમામ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે અને પ્રથમ મેચ ફુલ હાઉસ જોવા મળશે જોકે આ મેચ માટે 11 ટિકિટ વેચવામાં આવી નથી અને એ 11 સીટ ખાલી રાખવાનો નિર્ણય પણ આરસીબી દ્વારા કરવામાં આવ્યો છે કારણ કે ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ વખતના આઇપીએલમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે અને 84 લીગ મેચ રમાશે જેમાં એસી લીગ મેચ અને ચાર પ્લેઓફના મેચનો સમાવેશ થાય છે.. દરેક ટીમ કુલ 16 મેચ રમશે. દરેક ફ્રેન્ચાઇઝીટી ટીમ પોતાના મેચ હોમ ગ્રાઉન્ડ ઉપર પણ રમી શકશે જ્યારે પ્લે ઓફ મેચનો સંચાલન બીસીસીઆઈ દ્વારા કરવામાં આવશે.
સ્વાભાવિક રીતે જ બધાની નજર વિરાટ કોહલી ઉપર પણ છે. ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાનો પ્રથમ મેચ સનરાઈઝ હૈદરાબાદ ની સામે આવતીકાલે સાંજે 7:30 વાગે બેંગ્લોરના ચીનના સ્વામી સ્ટેડિયમ ખાતે રમશે. છેલ્લે ભારતના વન-ડે મેચમાં સામેલ થયા બાદ વિરાટ કોહલી લાંબા સમય બાદ મેદાન ઉપર ફરી રમતો જોવા મળશે.

આ મેચમાં વિરાટ કોહલીની સાથે સાથે બધાની નજર સનરાઈઝ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા અને ઈશાન કિશન ઉપર પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ ટીમના સુકાનીપદ પણ પણ ઈશાન કીશન નિભાવી રહ્યો છે. આરસીબી ની ટીમમાં કોહલીની સાથે સાથે ટીમ ડેવિડ ઉપર પણ બધાની નજર રહેશે. તો હૈદરાબાદની ટીમમાં ટ્રેવિસ હેડ, કામિંડુ મેન્ડીસ તેમજ હેનરીક કલાસન ઉપર પણ બધાની નજર રહેશે..
જોકે આઇપીએલની શરૂૂઆત થતાં જ ચેન્નાઇ સુપર કિંગ્સના મેચનો પણ ઈન્તેજર થઈ રહ્યો છે કારણ કે આ મેચમાં ફરી એક વખત મહેન્દ્રસિંહ ધોની મેદાન ઉપર ઉતરશે 44 વર્ષની ઉંમરે પણ મહેન્દ્રસિંહ ધોની એકદમ ફીટ જણાય છે અને આ મેચ માટે પણ તેઓ તૈયાર છે. ચેન્નાઈની ટીમમાં સંજુ સેમસન નું પણ આગમન થયું છે. તાજેતરમાં ભારતે િ2ં0 વર્લ્ડ કપ જીત્યો તેમાં સંજુ નું મોટું યોગદાન હતું.

અન્ય ટીમોની વાત કરીએ તો લખનો સુપરન માલિકે સુકાની રિષભ પંત ને આ વખતે શાહ જીતવાનું અલ્ટીમેટમ આપ્યું છે તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ઘણા સમયથી ચેમ્પિયન બની નથી. ત્યારે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ઉપસ્થિતિમાં મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવા માટે તેઓ પણ કોઈ કસર છોડશે નહીં બૂમરાહ ની ફિટનેસ પણ મહત્વનો ભાગ ભજવશે.

ઓપનિંગ સેરેમની રદ, સમાપન ધમાકેદાર થશે
આ વખતે IPLમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે નહીં. 28 માર્ચથી શરૂૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનની શરૂૂઆત પહેલા કોઈ પણ પ્રકારનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં. ગત વર્ષે આઈપીએલ 2025ની ફાઈનલ પછી ચાર જૂને નાસભાગની ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર લોકોના સન્માનમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં જોકે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આઈપીએલના સમાપન સમારોહમાં ફાઈનલના દિવસે (31 મે) એક ભવ્ય સમારોહની યોજના બનાવી રહ્યું છે. ગત વર્ષે કોલકાતા ઈડન ગાર્ડન્સમાં એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપરસ્ટાર શાહરુખ ખાન, સિંગર શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલા સાથે એક્ટ્રેસ દિશા પટાનીએ પરફોર્મ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *